Ahmedabad, EL News
અમદાવાદ જિલ્લાની સીનિયર સીટીઝન બહેનો માટે રમત સપર્ધાઓમાં ભાગ લેવાની તક આપવામાં ઉદ્દેશ્ય સાથે ૧૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં રમત સંકુલ ખોખરા ખાતે અરજી કરવાની રહેશે.
જિલ્લા રમત વિકાસ અધિકારી, પ્રાદેશિક પ્રશિક્ષણ કેન્દ્ર, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, G-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, અમદાવાદ દ્વારા જિલ્લા કક્ષા સીનિયર સીટીઝન (૬૦ વર્ષથી ઉપર) બહેનોની (૧) એથ્લેટીક્સ (૨) યોગાસન (૩) ચેસ (૪) રસ્સાખેંચ સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે.
આ પણ વાંચો…ઈડલી આ રીતે મિનિટોમાં બનશે, જાણો રેસીપી
આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, રમત સંકુલ, ખોખરા, રૂક્ષ્મણીબેન હોસ્પિટલની સામે, ખોખરા, અમદાવાદ ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા.૧૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં ફોર્મ ભરી કચેરી સમય દરમ્યાન અત્રેની કચેરીમાં જમા કરાવવાના રહેશે. ભાગ લેનાર ખેલાડીઓના આવનાર એન્ટ્રીના આધારે કાર્યક્રમની તારીખની જાણ હવે પછી કરવામાં આવશે.
વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ અધિકારી, અમદાવાદની કચેરીના ફોન નંબર: ૯૦૧૬૬ ૪૬૨૧૩, ૯૭૨૭૧ ૧૯૮૩૫ ઉપર સંપર્ક કરવાનો રહેશે.