Ahmedabad :
અટલ બ્રિજને જોવા માટે ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા ઉપલબ્ઘ કરાવવામાં આવશે. અત્યાર સુધી 4.25 લાખ જેટલા મુલાકાતીઓ આ બ્રિજ જોવા માટે આવી ચૂક્યા છે. ત્યારે ટિકિટના દર મુજબ લાખોની આવક પણ થઈ છે.
અમદાવાદમાં અટલ બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જો કે, એ પહેલાથી જ અમદાવાદના આ નવા નજરાણેને જોવા માટે લોકોએ ઉત્સુકતા દર્શાવી હતી. ટિકિટ નક્કી કરાયા છતાં પણ મોટી ભીડ આ બ્રીજને જોવા માટે થતી હોય છે.
ત્યારે આગામી સમયમાં દિવાળી આવી રહી છે દિવાળીની વેકેશનમાં આ બ્રિજ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવશે ત્યારે દિવાળીમાં લાંબી લાઈનોથી લોકોને છુટકારો મળશે. ટિકિટ લેવા માટે લાંબી લાઈનમાં ઉભું રહેવાની જરૂર નહીં પડે કેમ કે, ઓનલાઈન ટિકિટોનું બુકિંગ શરુ થશે.
આ પણ વાંચો… ખોરાકમાં વધારાના મીઠાની આદત જીવલેણ બની શકે છે
અટલ બ્રિજનો નજારો માણવા માટે 12 વર્ષ સુધીના બાળકો માટે 15 રૂપિયા, 12 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 30 રૂ. તેમજ સિનિયર સિટીઝન માટે 15 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. અટલ બ્રિજ પર મોટી સંખ્યામાં દિવાળીના વેકેશનમાં લોકો આવી શકે છે. જેથી સંખ્યાનો આંક ઘણો વઘવાની શક્યતા છે. માટે લોકો એડવાન્સમાં બુકિંગ કરાવી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. જો કે, દિવાળી આસપાસના સમયગાળામાં આ સુવિધા શરુ થાય તેવી શક્યતાઓ છે.