Surat :
મુંબઈથી સુરતમાં ઠલવાતા ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે સુરત પોલીસે કમર કસી છે. નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન અંતર્ગત અમરોલી પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસે કોસાડ આવાસમાં છાપો મારી ઈકો કારમાંથી 2 કરોડથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી એક આરોપીને ઝડપી પાડ્યો છે. હાલ શહેરમાં ચુટંણીને લઈ અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ માટે પોલીસ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે ‘નો ડ્રગ્સ ઈન સિટી અભિયાનને પણ આગળ ધપાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગન અમરોલી પોલીસે બાતમીના આધારે અમરોલી કોસાડ આવાસ એચ-2 બિલ્ડિંગ પાસે છાપો માર્યો હતો અને2.17 કરોડની કીમતના 2.176 કિ.ગ્રા એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઈકો કાર ઝડપી પાડી હતી. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે મુબારક અબ્બાસ બાંદીયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે ડ્રગ્સ સાથે કાર અને મોબાઈલ ફોન સહિત રૂ.2.22 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે મુબારકની પૂછપરછ કરતાં ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો મુંબઈ ખાતે રહેતા શર્મા નામના વ્યક્તિએ તેને લાવીને આપ્યો હોવાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો… રાજકોટમાં પીવાનું પાણી નહીં તો મત નહીંના બેનરો લાગ્યા
1 ગ્રામ રૂ.10 હજારમાં વેચાય છે
ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો બજારમા એક ગ્રામની 10 હજાર રૂપિયાની કીમતે વેચાય છે. પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સના વેચાણના રૂ.2.68 લાખ કબ્જે કર્યા છે. હવે પોલીસે આરોપી ડ્રગ્સનુ વેચાણ ક્યારથી કરતો હતો તે અંગે તપાસ રારૂ કરી છે.