22.9 C
Gujarat
December 21, 2024
EL News

18 ઓગસ્ટે 5000 યુવાનો તલવારબાજી કરી વિશ્વ રેકોર્ડ બનાવશે.

Share
#worldrecord:

એકી સાથે 5 હજાર રાજપુત યુવાનો તલવાર રાસ રજૂ કરી વિશ્વ રેકોર્ડ બનાવવાનું લક્ષ્યાંક સિદ્ધ કરવા સજ્જ થઈ ગયા છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના જુનાગઢ જિલ્લા પ્રમુખ જીતેન્દ્રભાઈ સોલંકી એ જણાવ્યું છે કે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા 18 ઓગસ્ટ શીતળા સાતમે સવારના આઠ વાગ્યાથી તલવારબાજી નો વર્લ્ડ રેકોર્ડ કરવાનો પ્રયાસ કરાશે.

આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના ધ્રોલ સ્થિત ભૂચર મોરી શહીદ સ્મારક ખાતે યોજાશે જેમાં રાજપૂત સમાજના 15 થી 45 વર્ષના 5000 દીકરાઓ તલવાર રાસ રજૂ કરશે દરમ્યાન આ કાર્યક્રમના ભાગરૂપે જુનાગઢ જિલ્લાના જુદા જુદા શહેરો અને ગામમાંથી તલવાર રાસની તાલીમનું આયોજન કરાયું છે.

ત્યારે જુનાગઢમાં ગિરનાર દરવાજા સ્થિત રાજપૂત સમાજ ખાતે 12 ઓગસ્ટ શુક્રવારના બપોરે 03:00 વાગ્યે રાજપૂત સમાજના યુવાનોને કોરિયોગ્રાફર જે સી જાડેજા દ્વારા તલવાર રાસની તાલીમ આપવામાં આવશે. સમગ્ર રાજપૂત સમાજના યુવાનોને જુનાગઢ તાલીમ આપવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને તાલીમ બંધ યુવાનો ધ્રોલ ખાતે શહીદ સ્મારક ભૂચર મોરી ખાતે રાસ ગરબા માં જોડાશે અને રજપૂત સમાજનું ગૌરવ વધારવા પ્રયત્ન કરશે.


આ પણ વાંચો…
https://www.elnews.in/news/5636/
આ જ પ્રકારના માહિતીસભર આર્ટીકલ તેમજ સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો Elnews https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

શ્રદ્ધા કપૂરની આ લેટેસ્ટ પોસ્ટથી વધાર્યા ધબકારા, તમે પણ કહેશો “વાહ..

elnews

શાસ્ત્રી બ્રિજ આખરે ભારે વાહન ચાલકો માટે બંધ કરાયો છે

elnews

મેં શૂન્ય થી શરૂઆત કરી હતી અને આજે મારી પાસે મર્સિડીઝ કાર પણ છે…

elnews

Leave a Comment

error: Content is protected !!