Shivam Vipul Purohit, India:
સતત પાંચમી વાર વિશ્વ વિક્રમ સર્જિ ને ગુજરાત નાં ખેડા ની દિકરીએ ફરી એક વાર પરીવાર સહિત સમગ્ર નડિયાદ નું નામ રોશન કર્યું.
ટ્વિંકલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે હું આચાર્ય ટવીન્કલ હિતેશભાઈ નડીયાદ ની રહેવાસી છું.યોગ સાથે છેલ્લા 3-4 વર્ષ થી જોડાયેલી છું. મે તારીખ ૨૭ માર્ચ ૨૦૨૨ ના રોજ સંતરામ મંદિરમાં ” પિંડાસનયુક્ત્તા સર્વાંગઆસન ” સતત ૧૧ મિનિટ સુધી કરી ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
તેમજ તારીખ ૨૧ જૂન ૨૦૨૨ ના રોજ ” મરિચ્યાસના” માં સતત ૯ મિનિટ ૧૫ સેકંડ સુધી આસન ટકાવી રાખી બીજી વખત વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં ફરી થી સ્થાન મેળવ્યું હતું.
૧ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ સંતરામ મંદિર માં પરમ પૂજ્ય રામદાસ જી મહારાજ ના સાનિધ્ય માં આસનો માં કઠિન ગણાતું ” પ્રણામા ગર્ભ પિંડાસના ” સતત ૨૮ મિનિટ ૫૫ સેકંડ ટકાવી રાખી ત્રીજી વાર વિશ્ર્વ રેકૉર્ડ સર્જ્યો હતો.
૨૨ મે ૨૦૨૩ ના રોજ સંતરામ મંદિર માં આસનો માં કઠિન ગણાતું “ભ્રુનાસાના” સતત 7 મિનિટ કરી ચોથી વાર વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. 2 દિવસ અગાઉ કુરિયર મારફતે Cartificate અને મેડલ આવેલ છે.
2 સપ્ટેમ્બર 2024 ના રોજ યોગાશ્રમ , ઓમ કારેશ્વર મંદિર ખાતે આસનો માં કઠિન ગણાતું ” અર્ધ બંધ પદ્મ પશ્ચિમોત્તાનાસન ” સતત 17 મિનિટ 14 સેકંડ સુધી ટકાવી રાખી પાંચમી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે અને તે સાથે જ સતત પાંચમી વખત ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ એ 2024 માં ટ્વિંકલ આચાર્ય નું નામ લખેલ છે જે ખૂબજ ગર્વ ની વાત છે.