25.9 C
Gujarat
December 22, 2024
EL News

WHO ને મંકિપોક્સ નું નામ બદલવાની કરી માંગ..

Share
દેશ વિદેશ:

કોરોના મહામારી સામે લડી રહેલી દુનિયા સામે હવે મંકીપોક્સનો ડર વધી રહ્યો છે. ત્યારે મંકીપોક્સના સૌથી વધુ દર્દીઓ અમેરિકામાં ન્યુયોર્કમાં છે. વધતા જોખમને જોતા ન્યૂયોર્કના હેલ્થ કમિશનરે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને આ વાયરસનું નામ બદલવાની માંગ કરી છે.

 

WHO અનુસાર, મંકીપોક્સે અત્યાર સુધીમાં 75 દેશોમાં દસ્તક આપી છે. વિશ્વભરમાં દર્દીઓની સંખ્યા 16 હજારને વટાવી ગઈ છે. ડબ્લ્યુએચઓએ તાજેતરમાં મંકીપોક્સને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે.

 

ન્યુયોર્કમાં મંકીપોક્સના દર્દીઓની સંખ્યા વધીને 1,092 થઈ ગઈ છે. જેને ધ્યાનમાં રાખીને, આ રોગથી પીડિત લોકો બદનામ ન થાય અને તેમની સારવાર અને સંભાળમાં ખલેલ ન પહોંચે તે માટે આ રોગનું નામ બદલવાની વિનંતી કરવામાં આવી છે. ન્યૂયોર્કના પબ્લિક હેલ્થ કમિશનર અશ્વિન વાસને મંગળવારે WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસને પત્ર લખીને કહ્યું છે કે, અમે મંકીપોક્સથી સંક્રમિત થયેલા લોકોની સારવાર અંગે ચિંતિત છીએ. સંક્રમણના ડરને કારણે મંકીપોક્સના દર્દીઓ સારવાર વંચીત રહી શકે છે.

 

WHOએ પણ નામ બદલવાનું સૂચન કર્યું હતું

 

વાસને પોતાના પત્રમાં એમ પણ લખ્યું છે કે, મંકીપોક્સનું નામ બદલવાનું સૂચન WHO દ્વારા ગત મહિને જ આપવામાં આવ્યું હતું. નામ બદલવાની તેમની માંગના સમર્થનમાં, વાસને જાતિવાદી ઈતિહાસનો પણ ઉલ્લેખ કર્યો જેના કારણે ચોક્કસ સમુદાયનો ઉલ્લેખ કરવા માટે ‘મંકીપોક્સ’ શબ્દનો ઉપયોગ થયો. તેમણે કહ્યું કે મંકીપોક્સ પણ શીતળાના વાયરસ જેવું જ એક નામ છે જે વિશ્વમાંથી નાબૂદ થઈ ગયું છે, તેથી તેને પણ બદલવું જોઈએ.

 

આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

ATGL સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશનમાં ₹. 15,000 કરોડનું રોકાણ કરશે

elnews

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય

elnews

સાળંગપુર વિવાદાસ્પદ ભીંતચિત્રોને તોડવાનો પ્રયાસ

elnews

Leave a Comment

error: Content is protected !!