Health Tips :
શિયાળા માં ગુણકારી એવો મૂળો ઠંડી ની શરૂઆત થઈ ગઈ છે. જેમ ઋતુ બદલાય તેમ તેમ જો તેને અનુરૂપ આહાર પણ બદલાતો જાય છે.તેમાંય શિયાળામાં તો શાકભાજીની ભરમાળ જોવા મળે છે. જેમાંથી મૂળો આરોગવાથી મળતા ફાયદામાં બ્લડપ્રેશર કંટ્રોલ, હદયરોગથી બચી શકાય , રક્તવાહિનીઓમાં મજબૂતી આપે છે.

મેટાબોલીઝમ એટલે કે પાચનતંત્રને મજબૂત બનાવી એસીડીટી, ગેસ, ઉબકા ને દૂર કરે છે. સૌથી મહત્વનું કે મૂળા ત્વચા માટે ખૂબ જ લાભદાયી છે. મૂળાના જ્યુસને પીવાથી ડ્રાય સ્કીનની સમસ્યા દૂર થઈને લીસી ત્વચા મળે છે. કેમ કે તેમાં વિટામીન c અને ફોસ્ફરસ રહેલ છે.
આ પણ વાંચો… વેજીટેબલ કબાબની રેસીપી
જો મૂળા નો રસ વાળમાં નાખવામાં આવે તો વાળને લગતી સમસ્યાઓ માંથી પણ છુટકારો મળે છે. લાલ મૂળામાં વિટામિન B, A, C, K, B6 આયર્ન, કેલ્શિયમ મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ફાઇબર જેવા પોષક તત્વો શરીરમાં ઉર્જારૂપી બને છે. તો મૂળો એ ફક્ત સ્વાદિષ્ટ નહિ પરંતુ ગુણકારી પણ છે.
સાથે સાથે મૂળાની ભાજીને પણ ફેંકી ન દેતા તેને પરોઠા કે શાક બનાવી ખાવાથી લાભ થાય છે.