Business, EL News
હવે નબળા નેટવર્કને કારણે UPI દ્વારા પેમેન્ટ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઈન્ટરનેટ વગર અથવા નબળા સિગ્નલવાળા વિસ્તારોમાં UPI પેમેન્ટ માટે વૉલેટ આધારિત UPI લાઇટ સેવા શરૂ કરી હતી. જેની મર્યાદા અત્યાર સુધી 200 રૂપિયા હતી. હવે રિઝર્વ બેંકે UPI-Lite વૉલેટ દ્વારા ઑફલાઇન ચુકવણી માટેની મહત્તમ રકમ 200 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરી દીધી છે. જો કે, કોઈપણ પેમેન્ટ પ્લેટફોર્મ પર UPI-Lite દ્વારા હજુ પણ માત્ર રૂ. 2,000ની કુલ રકમનું ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.
ગયા વર્ષે લોન્ચ કરવામાં આવી હતી UPI લાઇટ
ઑફલાઇન મોડ દ્વારા નાની રકમની ડિજિટલ પેમેન્ટની મર્યાદા વધારવા માટે એક પરિપત્ર જારી કરતી વખતે, RBIએ કહ્યું, “ઑફલાઇન પેમેન્ટ ટ્રાન્ઝેક્શનની ઉપલી મર્યાદા વધારીને 500 રૂપિયા કરવામાં આવી છે.” ઇન્ટરનેટ સુવિધાથી વંચિત મોબાઇલ ફોન ધારકો માટે ઑફલાઇન ચુકવણી પણ કરી શકાય છે. આ સુવિધા સપ્ટેમ્બર, 2022માં શરૂ કરવામાં આવી હતી. આ માટે, એક નવું સંકલિત ચુકવણી પ્લેટફોર્મ UPI-Lite રજૂ કરવામાં આવ્યું હતું. જો કે, માત્ર 200 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન જ થઈ શકે છે.
આ પણ વાંચો…વિસ્ફોટકથી ભરેલી રિક્ષા પ્રગતિમેદાન તરફ જવાની ખબરથી હોબાળો
થોડા જ સમયમાં, આ પેમેન્ટ પ્લેટફોર્મ બેઝિક મોબાઈલ ફોન માલિકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગયું. હાલમાં તેના દ્વારા એક મહિનામાં એક કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. UPI-Liteનો ઉપયોગ વધારવા માટે, RBIએ ઓગસ્ટની શરૂઆતમાં NFC ટેક્નોલોજીની મદદથી ઑફલાઇન વ્યવહારોને સરળ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારે NFC દ્વારા વ્યવહારો કરવામાં આવે ત્યારે PIN ચકાસણીની જરૂર નથી.