20.4 C
Gujarat
November 22, 2024
EL News

NEET:વિદ્યાર્થિનીઓના ઇનરવેર ઉતારવાના મામલાની તપાસ..

Share
NEET:

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે NEET UG માં એડમિશન માટે છોકરીઓના ઇનરવેર કાઢી નાખવાના મામલે એક મોટું અપડેટ સામે આવ્યું છે. પરીક્ષા આયોજક એજન્સી NTAએ નોટિસ જારી કરીને કહ્યું છે કે આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ વિવાદ કેરળના કોલ્લમ જિલ્લામાંથી શરૂ થયો હતો. 17 જુલાઈ, 2022 ના રોજ NEET પરીક્ષામાં હાજર રહેલ વિદ્યાર્થીએ પરીક્ષામાંથી બહાર આવ્યા પછી તેના આઘાતજનક અનુભવને શેર કર્યો.મામલો શિક્ષણ મંત્રાલય સુધી પહોંચ્યો હતો.

NEET પરીક્ષામાં વિદ્યાર્થિનીઓનાં આંતરિક વસ્ત્રો દૂર કરવાનો મામલો હવે શિક્ષણ મંત્રાલયના પણ ધ્યાને આવ્યો છે. NTAએ તેની નોટિસમાં જણાવ્યું છે કે શિક્ષણ મંત્રાલયના નિર્દેશો અનુસાર આ મામલાની વિગતવાર તપાસ કરવા માટે એક તથ્ય શોધ સમિતિની રચના કરવામાં આવી છે.

પાંચ મહિલાઓની ધરપકડ

આ કમિટી સ્થળ પર જઈને હકીકત તપાસશે. આ સાથે જ કમિટી ચાર અઠવાડિયામાં પોતાનો તપાસ રિપોર્ટ પણ સોંપશે.  મંગળવારે આ કેસમાં કેરળ પોલીસે પાંચ મહિલાઓની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, તેમના પર વિદ્યાર્થિનીઓનાં આંતરિક વસ્ત્રો ઉતારવાનો આરોપ છે.

આ પહેલા પોલીસે એક વિદ્યાર્થીનીની ફરિયાદ પર આઈપીસીની કલમ 354 અને 509 હેઠળ કેસ નોંધ્યો હતો.વિસ્તારમાં તણાવ NEET પરીક્ષા દરમિયાન બનેલી આ સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. વિદ્યાર્થી સંગઠનો શૈક્ષણિક સંસ્થાનો વિરોધ કરી રહ્યા છે. તે જ સમયે, મીડિયા અહેવાલો અનુસાર, સંસ્થાની બારીઓમાં પણ લાકડીઓ વડે કથિત રીતે તોડફોડ કરવામાં આવી છે.

 

To Stay uo to dated download El News From playstore

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

આ વેકેન્સી છે પરંતુ આંકડાઓ બહાર નથી પડતા..

elnews

મેં કોઇને ભાજપના સદસ્ય બનાવ્યા નથી: કુ. કામીની બેન સોલંકી

elnews

ગોધરા નાં વિશેષ આકર્ષણ નાં પાયા માં કોણ કોણ હતું જાણો…

elnews

Leave a Comment

error: Content is protected !!