Gujarat, EL News
વાવાઝોડાના લઈને નેવીના એરક્રાફ્ટ સ્ટેન્ડબાય કરવામાં આવ્યા છે. એરક્રાફ્ટથી રાહત સામગ્રી અને નિરીક્ષણથી મદદ લેવામાં આવશે. રાજ્ય સરકાર સાથે ઈન્ડિયન નેવી સતત સંપર્કમાં છે. વાવાઝોડાના લઈને નેવીના એરક્રાફ્ટ ગોવામાં સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. જેથી કરીને થોડી જ વારમાં એરક્રાફ્ટની મદદ લઈ શકાય અને જરુર પડતા તાબડતોડ મદદ મળી રહે.
વાવાઝોડાનો ઘેરાવો 500 કિમીમાં અસર પાડી શકે છે
વાવાઝોડાને લઈને તમામ તંત્ર સજ્જ છે. ત્યારે વાવાઝોડાની ગતિ 6 કિમી પ્રતિ કલાકની છે. વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના કારણે દરીયામાં કરંટ છે. વાવાઝોડાનો ઘેરાવો 500 કિમીમાં અસર પાડી શકે છે. 100 કિમી તેની તિવ્ર અસર રહેશે. જેથી સૌરાષ્ટ્ર, કચ્છ વિસ્તારમાં આ સ્થિતિ વધુ અસર પાડી શકે છે. માટે એરક્રાફ્ટની જો મદદ તત્કાલ પડે તો જલદીથી મદદ મળી રહે તે માટે અત્યારથી જ નેવાના એરક્રાફ્ટને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
આ વિસ્તારોમાં અત્યારે ભારે પવન સાથે વરસાદ
વાવાઝોડાના કારણે કચ્છ દ્વારકા, જખૌ, ઓખા સહીતના વિસ્તારોમાં વધુ અસર જોવા મળશે. આ વિસ્તારોમાં પવન ફૂંકાઈ રહ્યો છે. પ્રભાવિત વિસ્તારોમાં પવન ફૂંકાઈ રહ્યો છે એને વૃક્ષો ધરાસાઈ થઈ રહ્યા છે. વાવાઝોડાના કારણે અસર વિવિધ વિસ્તારોમાં જોવા મળશે. કાચા મકાનો અને વસાહતો નુકસાન પહોંચી શકે છે. જો કે, તેની સામે સરકારે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે દરીયામાં કરંટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે.
આ પણ વાંચો… કેરી ખાધા પછી તમે તેની ગોઠલી પણ ફેંકી દો છો?
ગણતરીના કલાકમાં જ કચ્છમાં વાવાઝોડું ટકરાશે ત્યારે દરિયામાં ઉંચા મોજાઓ ઉછળી રહ્યા છે. પવનની સ્પીડ વધી રહી છે. આ લેન્ડફોલ હવે રાત્રે પણ થઈ શકે છે. અત્યારે હવાનો વેગ વધી રહ્યો છે. તીવ્ર ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે. માંડવી, દ્વારકા, જખૌ, જામનગર સહીતના વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે.