Rajkot, EL News
રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા અને આત્મા પ્રોજેક્ટ, રાજકોટ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે અને લોકોને સ્વાસ્થ્યપ્રદ ખાનપાનની વસ્તુઓ મળી રહે તે હેતુ સાથે રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લાના તમામ તાલુકા ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યા છે. જે અનુસાર આગામી તા.૨૭-૮-૨૦૨૩ ના રોજથી દર રવિવારે વેચાણ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં રાજકોટ શહેર ખાતે બહુમાળી ભવન, હોમગાર્ડ ક્વાર્ટરના દરવાજા પાસે, રેસકોર્સ ખાતે સવારે ૮:૦૦ વાગ્યાથી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી, પડધરી ખાતે તાલુકા પંચાયત કચેરીની સામે સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ કલાક સુધી, જામકંડોરણા ખાતે જામકંડોરણા હેલ્થ સેન્ટર પાસે સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી, કોટડાસાંગાણી ખાતે દત્ત મંદિર, સરદારના ડેપા પાસે સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી, મેટોડા જીઆઇડીસી ડેકોરા હાઉસ ખાતે સવારે ૯:૦૦ થી ૧૩:૦૦ કલાક, જેતપુર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે, હોટલ ખોડલ સામે, જુનાગઢ રોડ પર સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી, ધોરાજી ખાતે તાલુકા સેવા સદન,ગેલેક્સી ચોક પર સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી. ઉપલેટા ખાતે બાવળા ચોક પર સવારે ૯:૦૦ થી ૧૨ કલાક સુધી તથા તા. ૨૬-૨૭/૮/૨૦૨૩ના રોજ વિંછીયા ખાતે તાલુકા પંચાયત પર ૯:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી, જસદણ ખાતે નવા બસ સ્ટેન્ડ સામે અને ગોંડલ ખાતે જુના એ.પી.એમ.સી. યાર્ડ,બસ સ્ટેન્ડની સામે સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી વેચાણ કેન્દ્રો ચાલુ રહેશે.
આ પણ વાંચો…હિમાચલમાં કુદરતનો કહેર, 367 મોત, 2350 મકાનો ધરાશાયી
આ કેન્દ્રોમાંથી જાહેર જનતા પ્રાકૃતિક ખેતીથી પકાવેલા શાકભાજી, કઠોળ, ફળ, તેલ તેમજ મૂલ્યવર્ધિત અન્ય ખત પેદાશો મેળવી શકશે. આ કેન્દ્રોનો રાજકોટ જિલ્લાની જાહેર જનતાને લાભ લેવા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા,રાજકોટ એચ.ડી.વાદીની યાદીમાં જણાવાયું છે.