EL News

અદાણી વિદ્યામંદિર અમદાવાદને RTE અમલીકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર

Share
 Shivam Vipul Purohit, Gujarat:

અદાણી વિદ્યામંદિર અમદાવાદને RTE અમલીકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, RTE અમલીકરણ માટેના પ્રસંસનીય પ્રયાસોને માન્યતા મળી.

અદાણી વિદ્યામંદિર અમદાવાદ (AVMA) ની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. AVMA ને પ્રતિષ્ઠિત એજ્યુકેશન એક્સેલન્સ- એમ્પાવરિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં જરૂરિયાતમંદ બાળકોને RTE અંતર્ગત શિક્ષણ પૂરું પાડવા આ એવોર્ડ એનાયત થયો છે. રાષ્ટ્રીય સ્તરે RTE અમલીકરણ માટેનો એવોર્ડ વંચિત બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાના AVMAના ઉદાહરણરૂપ કાર્ય પર મહોર છે.

ભારત સરકારના શિક્ષણ રાજ્યમંત્રી આ ખાસ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ડૉ. સુકાંત મજુમદારના વરદ હસ્તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિ અદાણી વિદ્યામંદિરના સમાવેશી શિક્ષણ પ્રત્યેના સમર્પણ અને વંચિત વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્યને આકાર આપવામાં તેના પ્રયાસોને પુનઃપુષ્ટિ આપે છે.

અદાણી વિદ્યામંદિર સમાજના આર્થિક રીતે નબળા વર્ગોના વાર્ષિક 1000 થી વધુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ, ભોજન, ગણવેશ, પુસ્તકો, સ્ટેશનરી અને વાહનવ્યવહારની સુવિધા પ્રદાન કરે છે. AVMA યુનેસ્કો તરફથી પ્રતિષ્ઠિત યુનેસ્કો મોડલ એસ્પનેટ સ્કૂલનું પ્રમાણપત્ર મેળવનારી ગુજરાતની પ્રથમ ખાનગી શાળા છે.

AVMA ટકાઉપણાના વિશ્વવ્યાપી પ્રયાસને આગળ ધપાવવા સક્રિયપણે વૈશ્વિક ભાગીદારીમાં સહયોગ કરે છે. શૈક્ષણિક અભિગમોમાં નવીનતા લાવી વિદ્યાર્થીઓને પૃથ્વી અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીઓની ઊંડી સમજ આપે છે. વિદ્યામંદિરની પર્યાવરણ જાગૃતિ પ્રત્યેના અભિગમ માટે તેને પ્રતિષ્ઠિત ગ્રીન સ્કૂલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો વડોદરાની મહારાણી રાધિકારાજે ગાયકવાડે WPL હોમ ડેબ્યુ પહેલા ગુજરાત જાયન્ટ્સની ટીમ સાથે મુલાકાત કરી ટેકો જાહેર કર્યો

Related posts

મોદી દ્વારા દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ

elnews

મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી મહિસાગર દ્વારા નારી વંદન ઉત્સવ ૨૦૨૩

elnews

અમદાવાદઃ શહેરના આ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા

elnews

Leave a Comment

error: Content is protected !!