Here is the Exclusive Interview of Naiya Joshi, Managing Director of “Rajshree Events” with Shivam Vipul Purohit:
અત્યારના સમયમાં જોઈએ તો એજ્યુકેશન એક એવી વસ્તુ છે કે તમારા જીવનમાં ખૂબ જ મહત્વનો નિર્ણય હોય છે ત્યારે ૧૦માં અને ૧૨માં પછી કોર્મર્સ, આર્ટસ કે સાયન્સ, તે પસંદગીમાં ના પડતા અને પોતાના ફેમિલી બિઝનેસને આગળ વધારવામાં નૈયા જોષી ગોધરાનું એક યંગેસ્ટ નામ કે જે પંચમહાલની સૌથી મોટી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની નાં મેનેજિંગ ડીરેકટર છે.
વાતચીત:
તમારી જર્ની વિષે દર્શકો ને જણાવો કે તમને આ કરવાની ઇચ્છા કેવી રીતે થઈ અને આના વિષે તમે ટ્રેનિંગ કેવી રીતે લીધી અને કોની જોડેથી શીખ્યા?
૧૯૯૯ માં મારા પપ્પાએ મારી મમ્મી નાં નામે રાજશ્રી મંડપ સર્વિસના નામે એક ફર્મ ચાલુ કર્યુ જેનો નાનપણથી જ મને બિઝનેસમાં ખૂબ જ રસ હતો અને પપ્પા ને બધું કામ કરતા જોઈને અને નવી નવી વસ્તુઓ લાવે એને પોતાની રીતે ડેકોરેટ માં કેવી રીતે ઉતારવું એ મારા માટે પ્રેરણાસ્રોત બની અને એના પછી મેં મારી પણ રાજશ્રી ઇવેન્ટ મેનેજમેન્ટ શરૂ કરી.
આજના ઇનોવેટીવ આઇડિઆ અને દર વખતે “કઇક નવું” ગ્રાહકો ની માંગણી હોય છે તો તેને કેવી રીતે પૂરી કરો છો?
અમે તેમની રિક્વાયરમેન્ટ છે એને અનુલક્ષીને અમારાથી જેટલું બને એટલું એમને ફૂલફીલ કરવાનો ટ્રાય કરીએ છીએ કોઈ પણ ધારો કે મેરેજ ઇવેન્ટ છે તો તેમાં મહેંદી હલ્દી થી લઇને વિદાય સુધી ની અમારી જેટલી પણ જવાબદારી આવતી હોય એને પૂર્ણ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીએ છીએ.
એક મહિલા તરીકે ફિલ્ડવર્ક અને માણસો સાથે કામ લેવાનું અઘરું નથી લાગતું?
મારા પપ્પાએ મને હંમેશા એક છોકરાની રીતે ટ્રીટ કરી છે છોકરાની રીતે મોટી કરી છે અને એમની જોડેથી આટલા વર્ષોમાં મેં એમનો જે અનુભવ છે એ દેખ્યો છે, શીખ્યો છે અને એને બને એટલો વધારે ઈમ્પ્લાન્ટ કરવાનો ટ્રાય કરું છું.
અન્ય ઇવેન્ટ ક્મ્પનીઓ કરતા રાજશ્રી ઇવેન્ટ મેનેજમેંટ માં ગ્રાહકોને શું વિશેષ મળે છે?
રાજશ્રી ગ્રુપમાં જે પણ વ્યક્તિ જોડાય છે તેને અમે ગ્રાહકની રીતે નહી પરંતુ એક અમારા પરિવારના સભ્યો છે એવી રીતે ટ્રીટ કરીએ છીએ અને કોઈ પણ પરિવારના સભ્યો હોય ત્યાં કોઈ પ્રસંગ હોય તો એને આપણે પોતાનો પ્રસંગ કરીને ખડેપગ પ્રસંગ શરૂ થાય અને પતે ત્યાં સુધી ૨૪/૭ સર્વિસ પુરી પાડીએ છીએ અને એમની નાનામાં નાની પણ કોઇ ફરિયાદના આવે તેની પુરેપુરી કાળજી લઈએ છીએ.
રાજશ્રી ગ્રુપને કયા મુકામ સુધી લઈ જવું છે?
રાજશ્રી ઈવેન્ટસને મારે આખા ગુજરાતમાં મારું એક નામ બનાવું છે નૈયા જોષીને બધા ઓળખવા જોઈએ. પપ્પાનું એક સારું બેકગ્રાઉન્ડ મને મળ્યું છે અને પપ્પાના બેકગ્રાઉન્ડથી સારો રિસ્પોન્સ પણ મળ્યો છે અને મોટાભાગનાં પંચમહાલ જિલ્લામાં તો બધા મને ઓળખે જ છે પણ મને મારી ઓળખ અને મારું કામ એ ગુજરાતમાં કેવી રીતે પસાર કરી શકું છું તે મારે દેખવું છે.
Address:
૬૯/ રાજશ્રી મંડપ સર્વિસ, આશારામ આશ્રમ પાસે, કનેલાવ, ગોધરા. ગુજરાત ૩૮૯૦૦૧
Contact:
+91 9825187785