Business:
ઓનલાઇન મ્યુચ્યુઅલ ફંડ (MF) ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ ટૂંક સમયમાં ગ્રાહકો અથવા ફંડ હાઉસ પાસેથી ટ્રાન્ઝેક્શન ફી વસૂલવાનું શરૂ કરશે. માર્કેટ નિયામક સેબીએ તે માટે લીલી ઝંડી આપી છે. ગ્રો, ઝીરોધા કોઇન અને પેટીએમ મની જેવા ઑનલાઇન મ્યુચ્યુઅલ ફંડ (MF) ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ અત્યારે સીધા જ MF સ્કીમ્સમાં નિઃશુલ્ક રોકાણની સુવિધા આપે છે. મ્યુચ્યુઅલ ફંડ્સના વેચાણથી તેને કોઇપણ પ્રકારની આવક થતી નથી. ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ કેટલીક રકમ ચાર્જ તરીકે વસૂલી શકે છે પરંતુ કમિશન જેવા સ્ટ્રક્ચરને અનુમતિ નહીં અપાય. સેબીએ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ્સ માટે એક રેગ્યુલેટરી ફ્રેમવર્કની પણ જાહેરાત કરી છે. તેનાથી રોકાણકારોના હિતોની સુરક્ષા ઉપરાંત આવા પ્લેટફોર્મ્સનું સંચાલન પણ વધુ સરળ બનશે. આ પ્લેટફોર્મ લેણદેણ પર કેટલી રકમની વસૂલાત કરશે તે અંગેની વિગત બાદમાં આપવામાં આવશે.
1.EOP: મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મે એક્ઝિક્યુશન ઓનલી પ્લેટફોર્મ તરીકે હવે રજીસ્ટર કરાવવાનું રહેશે. અત્યારે તે રોકાણ સલાહકાર અથવા સ્ટોક બ્રોકર તરીકે કામ કરે છે.
આ પણ વાંચો…પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળે સરાજાહેર ફેરવ્યું કટર
2.રજીસ્ટ્રેશઃ આવા પ્લેટફોર્મ્સ પાસે બે વિકલ્પ હશે. તે એમ્ફી સાથે રજીસ્ટ્રેશન કરાવીને એસેટ મેનેજમેન્ટ કંપનીઓના એજન્ટ બની શકે છે અથવા તો સ્ટોક બ્રોકર તરીકે રજીસ્ટ્રેશન કરાવીને એજન્ટ પણ બની શકે છે.
સેબીએ “એક્ઝિક્યુશન ઓનલી પ્લેટફોર્મ્સ’ માટે ફ્રેમવર્ક રજૂ કરી સેબી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમને એક રોકાણના માધ્યમ તરીકે વધુ પ્રમોટ માટેના કરવાના હેતુસર હવે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સના ડાયરેક્ટ પ્લાન એક્ઝિક્યુશન ઓનલી પ્લેટફોર્મ્સ’ માટે નિયમનકારી માળખુ રજૂ કરશે.
ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ (IAs) અને સ્ટોક બ્રોકર્સ સહિતની કેટલીક કંપનીઓ ડિજીટલ મોડ મારફતે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના ડાયરેક્ટ પ્લાન માટે ખરીદી અને રિડેમ્પશન જેવી સેવાઓ પૂરી પાડે છે. મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સના ડાયરેક્ટ પ્લાન માટે અત્યારે ‘એક્ઝિક્યુશન ઓનલી સર્વિસીઝ માટે કોઇપણ પ્રકારની જોગવાઇ નથી.