EL News

મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવા

Share
Ahmedabad, EL News

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા અન અધિક્રુત બાંધકામો તથા જાહેરમાર્ગ પરના દબાણો દૂર કરવાની હાથ ધરેલ ઝુંબેશના ભાગરુપે બહેરામપુરા, દાણીલિમડાના વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગિરી કરાઈ હતી.

Measurline Architects

બહેરામપુરા વોર્ડમાં ટી.પી. સ્કીમ નં.૩૮ (દાણીલીમડા બહેરામપુર-વેસ્ટ) સેકટર-૨ માં મોજે દાણીલીમડાના રે.સ.નં.૨૨૨ (૧+૨) પૈકીમાં બેરલ માર્કેટ રોડ પર, અલહમદપાર્ક મસ્જીદ ગલી નં.૧,૨,૩ ની બાજુમાં, અકબરખાન પાર્લર પાસે આવેલ “સીમા રો હાઉસ” ના રહેણાંક પ્રકારના કુલ ૦૬ (છ) યુનિટો વાળા અંદાજીત ૩૫૦૦ ચો.ફુટ ક્ષેત્રફળ ધરાવતાં અન-અધિકૃત બાંધકામ દૂર કરાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ અન્વયેની કાર્યવાહી કરી આજ રોજ બ્રેકર મશીન, ગેસ કટર મશીન, જનરેટર, દબાણ ગાડી તથા ખાનગી મજુરોની મદદથી દાણીલીમડા પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ તોડી પાડવામા આવી હતી. આ ઉપરાંત બાકી રહેલ અન-અધિકૃત બાંધકામને દૂર કરવાની કામગીરી આવતીકાલે દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ બંદોબસ્ત હેઠળ ચાલુ રાખવામાં આવી છે.
દક્ષિણ ઝોનના જુદા જુદા જાહેરમાર્ગો તથા તેની ફુટપાથ ઉપરથી જાહેર જનતા તથા ટ્રાફીકને અવર જવરમાં નડતરરુપ ૨૯ નંગ પરચુરણ માલસામાન, લૂઝ દબાણો ગોડાઉન ખાતે જમા કરાવી જાહેરમાર્ગો ખુલ્લા કરવામાં આવ્યા છે. આવા પ્રકારના અન અધિક્રુત બાંધકામો, ટી.પી.રસ્તામાં કપાત થતાં બાંધકામો તેમજ જાહેરમાર્ગ પરના જાહેર જનતા તથા ટ્રાફીકને અવર જવરમાં નડતરરુપ દબાણો દૂર કરવાની કામગીરી આગામી દિવસોમાં ચાલુ રાખવામાં આવશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન…

elnews

રાજકોટમાં સગા પિતાએ તેની દીકરી સાથે દુષ્કર્મ આચર્યો હતો .

elnews

સુરતમાં ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરીયાના પ્રચારમાં આદિવાસી કાર્યકરો જોડાયા

elnews

Leave a Comment

error: Content is protected !!