Vadodara :
ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક પછી સભાઓ, રેલીઓ અને સતત પ્રચાર કરી રહે છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદીયા સહીતના નેતાઓ પ્રચાર કરવા માટે ગુજરાતની મુલાકા લીધી છે. જો કે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીનો પ્રચાર સહન ન થતો હોય તેમ અરવિંદ કેજરીવાલના વડોદરા પ્રવાસના કાર્યક્રમ સ્થળ પર પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે ગોપાલ ઈટાલીયાએ નિવેદન આપ્યું હતું.
ગોપાલ ઈટાલીયાએ કહ્યું હતું કે વડોદરામાં અરવિંદ કેજરીવાલના કાર્યક્રમ રાખવાનો હતો ત્યાં 13 સ્થળોએ ભાજપના લોકોએ કાર્યક્રમને અસફળ બનાવવામાં માટે કેન્સલ કરવામાં આવ્યો હતો. વડોદરામાં જેટલી પણ જગ્યાએ કાર્યક્રમ માટે સ્થળો રાખવાની વાત કરવામાં આવી હતી તેટલી જગ્યાએ ભાજપના લોકોએ કેન્સલ કરાવતા હતા. અંતે એક નવનીત કાકા નામના વ્યક્તિએ કેજરીવાલના કાર્યક્રમ માટે રેન્ટ પર આપ્યો હતો. આ કાકાને પણ ભાજપે ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો… બાળકો માટે પાસ્તા કટલેટ બનાવવા માટેની રેસિપી
આમ આદમી પાર્ટીથી ડરેલી ભાજપે પાર્ટી પ્લોટને તોડી નાખવા માટે પાલિકાને મોકલી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ વધતું જઈ રહ્યું છે તેવામાં અરવિંદ કેજરીવાલના વડોદરામાં કાર્યક્રમના બાબતે રાજકારણ ગરમાયુ છે. વડોદરા પાલિકાની ટીમ પ્રીત પાર્ટી પ્લોટના સ્થળ સુધી પહોંચી ગઈ હતી. જો આમ આદમી પાર્ટીના કાર્યકરોએ બુલડોઝર સામે બેસીને વિરોધ કર્યો હતો. આ પ્રીત પાર્ટી પ્લૉટમાં જ અરવિંદ કેજરીવાલએ વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. આ મામલે વડોદરાના મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે પ્રીત પાર્ટી પ્લોટની ફરિયાદો આવી હતી કે પ્લોટના માલિકે પાર્કિગની જગ્યામાં લોન કરીને ભાડે આપે છે. આ પ્લોટમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરીને કામગીરી કરી રહ્યા છે. આ ફરિયાદ મુજબ જ અમે કાર્યવાહી કરી છે. આ એક જ નહીં આવા બીજા પાર્ટી પ્લોટને પણ અમે આગામી દિવસોમાં નોટિસ પાઠવાના છીએ.