Ahmedabad :
અમદાવાદમાં ચોમાસામાં મચ્છર જન્ય રોગચાળાના કેસો જોવા મળે છે ત્યારે આ વખતે ચોમાસા બાદ અમદાવાદમાં શિયાળામાં પણ મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. જેમાં કેટલાક કેસો સામે આવ્યા છે. ચાલુ માસમાં માત્ર 5 દિવસમાં ઝાડા-ઉલ્ટીના 118 અને ડેન્ગ્યુના 107 કેસ નોંધાયા છે. જે ચિંતામાં વધારો કરતા પણ છે. શહેરમાં ફરી એકવાર આ પ્રકારે કેસો સામે આવ્યા છે. જેથી આ મામલે સાવધાન રહેવાની જરુર છે. કેમ કે, ચોમાસા બાદ ફરી એકવાર અમદાવાદમાં રોગચાળાએ દસ્તક દઈ શકે છે.
ડેન્ગ્યુની સાથે સાથે મેલેરિયાના 10 કેસ, ચિકનગુનિયાના 9 કેસ અને ઝેરી મેલેરિયાના 7 કેસ નોંધાયા છે. શહેરમાં ડેન્ગ્યુ, ઝાડા-ઉલ્ટી અને શરદી-ખાંસી અને તાવ સૌથી વધુ જોવા મળે છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.
આ પણ વાંચો… આ લોકોએ ભૂલીને પણ ઈંડા ન ખાવા જોઈએ
પાણીજન્ય રોગચાળો પણ વધ્યો
મચ્છર જન્ય રોગચાળાના કેસો જોવા મળે છે ત્યારે ચોમાસાની જેમ જ પાણીજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. પાણીજન્ય રોગોમાં ઝાડા-ઉલ્ટીના 118, ટાઈફોઈડ અને કમળાના 98 કેસ નોંધાયા છે. ગત વર્ષની સરખામણીએ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાના અગાઉ પણ વધુ કેસો જોવા મળતા હતા.
આટલા સેમ્પલ નિકળ્યા અનફિટ
એએમસીએ અગાઉ 341 પાણીના નમૂના લીધા હતા. જેમાં 3 સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે. અયોગ્ય જાહેર કરાયેલા નમૂનાઓમાં, મુખ્યત્વે શહેરના પૂર્વ અમદાવાદના જાહેર કરાયેલા નમૂનાઓ છે. જ્યાં પાણીના સેમ્પલ અયોગ્ય હોવાનું સામે આવ્યું હતું. જેથી સ્વચ્છતા તેમજ ક્લોરીનની ટેબ્લેટ સહીતની વ્યવસ્થા કરાશે.