Ahmedabad :
દિવાળી પર રાજ્યમાં ફટાકડાના કારણે દાઝી જવાના 30 થી વધુ કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ આઠ લોકો છે જેમને સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસમાં રાજ્યમાં દાઝી જવાના 46 કેસ નોંધાયા છે.
છેલ્લા બે દિવસમાં દાઝી જવાના અને અકસ્માતના કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 23 ઓક્ટોબરે 16 ઓક્ટોબરે અને 24 ઓક્ટોબરે 30 મળીને કુલ 46 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો… આ રીતે ઘરે જ તૈયાર કરો હેલ્ધી પિઝા બેઝ, સ્વાદમાં વધારો થશે
અમદાવાદમાં આ વિસ્તારોમાં બની દાઝી જવાની ઘટનાઓ
જેમાં અમદાવાદના રામોલ, વટવા અને સીટીએમ એક્સપ્રેસ રોડ વગેરે વિસ્તારોમાં આવા કિસ્સા સામે આવ્યા છે. આ બે દિવસ દરમિયાન બનેલા બનાવોમાં પૂર્વ વિસ્તાર અમદાવાદમાં ઘણા બનાવો જાઝવાના બન્યા હતા. વટવા વિસ્તારમાં ફટાકડા ફોડતી વખતે 25 વર્ષીય મહિલા ઘાયલ થઈ હતી. ઓઢવ વિસ્તારમાં પણ રોડ પર ફટાકડા ફોડવાને કારણે 65 વર્ષીય આધેડને માથામાં ઈજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ રીતે અમદાવાદમાં દિવાળીના દિવસે આઠ લોકો દાઝી ગયા હતા જેથી તેમને 108 મારફત સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.