Ahemdabad, EL News
બિપરજોય વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે તબાહી મચાવી હતી. જો કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર તથા સ્થાનિક પ્રસાશનની આગમચેતીના ભાગરૂપે કરાયેલી તૈયારીઓના કારણે જનજીવનને વધુ નુકસાન નથી થયું. હાલ ગુજરાતમાં વરસાદે બ્રેક લીધો છે. પરંતુ, રાજ્યમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્ત્વની આગાહી કરી છે.
રાજ્યમાં 25-26 જૂન સુધીમાં ચોમાસું બેસી શકે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે. રાજ્યમાં 25-26 જૂન સુધીમાં ચોમાસું બેસી શકે છે. તેમણે કહ્યું કે, 27થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની વધુ સંભાવનાઓ છે. જ્યારે 30 જૂનથી 4 જુલાઈ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે.
દક્ષિણ ગુજરાતમાં 8 ઓગસ્ટ સુધી સારો વરસાદ પડવાની સંભાવના
આ પણ વાંચો… જાલોર જિલ્લાના સાંચોરમાં ડેમ તૂટવાથી અનેક વિસ્તારો ડૂબી ગયા,
અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં 8 ઓગસ્ટ સુધી સારો વરસાદ પડી શકે છે. જ્યારે 17 ઓગસ્ટ બાદ વરસાદમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. ત્યાર બાદ 23 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદ વધુ ઘટી શકે તેવી સંભાવના છે. તેમણે કહ્યું કે, બંગાળના ઉપસાગરમાં ઊભું થતું વરસાદી વહન 24થી 25 જૂન દરમિયાન સક્રિય થઈ શકે છે. આથી દક્ષિણ, પૂર્વીય તટ પરથી દેશના મધ્ય ભાગ સુધી આવવાની શક્યતાઓ છે.