Schemes for Farmers:
ખેડૂતોની નબળી આર્થિક સ્થિતિને જોતા સરકાર સમયાંતરે યોજનાઓ લાવે છે. તેમાંની એક યોજના પીએમ માનધન યોજના છે. તેમાં વૃદ્ધ ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ સ્કીમમાં રજીસ્ટ્રેશન માટે અલગ ફોર્મ ભરવાની જરૂર નથી. જેમ જ PM કિસાન સન્માન નિધિ યોજનામાં રજિસ્ટ્રેશન કરો છો, PM કિસાન માનધન પણ આપમેળે રજીસ્ટ્રેશન થઈ જાય છે.
શું છે આ યોજના અને ફાયદા ?
આ યોજના ભારતના વૃદ્ધ અન્નદાતાઓને પેન્શન આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 60 વર્ષથી વધુ વયના વૃદ્ધ ખેડૂતોને દર મહિને પેન્શન તરીકે 3 હજાર રૂપિયા આપવામાં આવશે. એટલે કે એક વર્ષમાં 36 હજાર રૂપિયા. 18 વર્ષથી ઉપરના યુવાનોથી લઈને 40 વર્ષના ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. પેન્શન મેળવવા માટે તેઓએ તેમની ઉંમર અનુસાર દર મહિને આ યોજનામાં રૂપિયા જમા કરાવવાના રહેશે.
આ પણ વાંચો… રાજકોટમાં રિસામણે ગયેલ પત્નીને લેવા જતા ખૂની હુમલો
દર મહિને ખેડૂતોને મળશે પેન્શન
આ યોજના હેઠળ ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી જ કાપવામાં આવે છે. પરંતુ તેના માટે તમારે એક અલગ ફોર્મ ભરવું પડશે.
પ્રીમિયમ કેટલુ છે ?
કિસાન માનધન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળેલી રકમમાંથી જ પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. આ રકમ 55 રૂપિયાથી 200 રૂપિયા વચ્ચે હોય છે. જ્યારે ઉંમર 60 વર્ષની થાય છે, ત્યાર બાદ પ્રીમિયમના રૂપિયા કપાવવાનું બંધ થઈ જાય છે અને દર મહિને 3 હજાર રૂપિયાનું પેન્શન શરૂ થાય છે.