Business:
Privatisation in 8 Years: એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ 2014થી બેંકો, એરલાઇન્સ અને વીમા કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. 2014 થી અત્યાર સુધી આઠ વર્ષમાં, સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ અને ખાનગીકરણ દ્વારા 4 લાખ કરોડથી વધુનું જંગી ભંડોળ એકત્ર કર્યું છે. નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે 59 કેસમાં ઓફર ફોર સેલ (OFS) દ્વારા સૌથી વધુ 1.07 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે.
45 મામલામાં શેર બાયબેકથી 45,104 કરોડ મળ્યા
તેના પછી, કંપનીના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) દ્વારા 10 હપ્તામાં કુલ 98,949 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. આઠ વર્ષ દરમિયાન એર ઈન્ડિયા સહિત 10 કંપનીઓના વ્યૂહાત્મક વેચાણથી સરકારી તિજોરીને 69,412 કરોડ રૂપિયા મળ્યા હતા. આ સિવાય 45 મામલામાં શેર બાયબેકમાંથી 45,104 કરોડ રૂપિયા મળ્યા હતા.
આ પણ વાંચો…નરેશ પટેલ પ્રથમ વખત સ્ટેજ પરથી કહી રાજકારણની વાત
LIC ના આઈપીઓથી સૌથી વધુ રૂપિયા મળ્યા
વર્ષ 2014-15 થી, 17 સીપીએસઈ (CPSE) લિસ્ટેડ થયા હતા, જેમાંથી 50,386 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. સરકારને એલઆઈસી (LIC) ના આઈપીઓ (IPO) માંથી સૌથી વધુ 20,516 કરોડ રૂપિયા મળ્યા હતા. આ સિવાય નવા લિસ્ટિંગ દ્વારા છેલ્લા આઠ વર્ષમાં 7.31 લાખ કરોડનું વધારાનું માર્કેટ કેપ મેળવ્યું હતું.
સરકારે પારાદીપ ફોસ્ફેટ, IPCL અને ટાટા કોમ્યુનિકેશનમાં Residual હિસ્સો વેચીને 472 કરોડ, 219 કરોડ અને 8847 કરોડનું ભંડોળ એકત્ર કર્યું. તેની મદદથી કુલ 9538 કરોડની રકમ એકત્ર કરવામાં આવી હતી.
7 જાન્યુઆરી સુધી બોલી વધારવામાં આવી
કેન્દ્ર સરકારે IDBI બેંકના ખાનગીકરણ માટે પ્રારંભિક બિડ ફાઇલ કરવાની અંતિમ તારીખ 7 જાન્યુઆરી સુધી લંબાવી છે. સરકાર અને LIC, IDBI બેંકમાં તેમનો 60.72 ટકા હિસ્સો વેચવા માંગે છે. તેના માટે IDBI બેંકે ઓક્ટોબરમાં સંભવિત ખરીદદારો પાસેથી બિડ મંગાવી હતી. એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ અથવા પ્રારંભિક બિડ ફાઇલ કરવાની છેલ્લી તારીખ 16 ડિસેમ્બર હતી.3