Food Recipe, EL News:
આ ચીલ્લાને ઘણા બાજરીના પેન કેક પણ કહેતા હોય છે. ચીલ્લા આપણે અલગ અલગ દાળમાંથી કે બેસનમાંથી બનાવતા હોઈએ છીએ પણ આજ આપણે બાજરાના લોટ અને મેથીમાંથી ચીલ્લા બનાવશું જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે
બાજરી મેથીના ચીલ્લા બનાવવા જરૂરી સામગ્રી
બાજરાનો લોટ 1 કપ
મેથી સુધારેલ 1/2 કપ
લીલું લસણ સુધારેલ 4-5 ચમચી
આદુ લસણની પેસ્ટ 1 ચમચી
લીલા મરચા સુધારેલા 1-2
અજમો 1/2 ચમચી
લાલ મરચાનો પાઉડર 1 ચમચી
સફેદ તલ 1 +2 ચમચી
આ પણ વાંચો…ફક્ત 2 રૂપિયાનો આ સિક્કો બનાવી દેશે ધનવાન
દહી 1/2 કપ
અધ કચરા પીસેલા ધાણા 1-2 ચમચી
બેકિંગ સોડા / ઇનો 1/4 ચમચી
સ્વાદ મુજબ મીઠું
પાણી જરૂર મુજબ
તેલ જરૂર મુજબ
બાજરી મેથીના ચીલ્લા બનાવવાની રીત
બાજરી મેથીના ચીલ્લા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરાનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં આદ લસણ ની પેસ્ટ અને ઝીણા સમારેલા લીલાં મરચા, અજમો, લાલ મરચાનો પાઉડર, સફેદ તલ, દહી, અધ કચરા પીસેલા ધાણા, ઇનો / બેકિંગ સોડા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો, ત્યાર બાદ એમાં સાફ કરી ધોઈ ને ઝીણી સુધારેલી લીલી મેથી અને લીલું લસણ ઝીણું સમારેલું લસણ ને નાખો અને અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લો, મિશ્રણમાંથી ચીલ્લા બનાવવા જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો.
હવે ગેસ પર એક તવી પર એક બે ચમચી તેલ નાખો એના પર સફેદ તલ ચપટી એક નાખો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ બાજરા નું મિશ્રણ નાખી થોડું ફેલાવી લ્યો ને ઉપર ચપટી તલ છાંટી ને મિડીયમ તાપે ગોલ્ડન ચડવા દયો ત્યાર બાદ ઉપરથી ચમચી એક તેલ નાખો, ત્યાર બાદ ચીલ્લાને ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લો,આમ એક એક ચીલ્લાને શેકી લો અને ચટણી કે સોસ કે ચા સાથે સર્વ કરો બાજરા મેથીના ચીલ્લા.