Ahmedabad :
પોલીસ કર્મીઓના આપઘાતના બનાવો અવાર નવાર બની રહ્યા છે ત્યારે અમદાવાદમાં પોલીસ કર્મીએ તેના પરીવાર સાથે જીવન ટૂંકાવ્યું છે. પોલીસ પરીવારના આ સામૂહીક આત્મહત્યાના બનાવે પોલીસ બેડામાં સૌ કોઈને ઝંઝોડી દીધા છે.

ગોતામાં રહેતા કુલદિપસિંહ યાદવે તેમની પત્ની અને ત્રણ વર્ષની બાળકી સાથે 12માં માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. મોડી રાત્રે પોલીસ પરીવારે દોઢ વાગ્યા આસપાસના સમયે 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો હતો.
આ પણ વાંચો…ગુજરાત LSA, DoT દ્વારા વડોદરા શહેરમાં ડ્રાઇવ ટેસ્ટ
સોલામાં આવેલ દિવા હાઈટ્સના બારમાં માળેથી પડતું મૂકી આત્મહત્યા કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. કુલદિપસિંહ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા હતા. પરીવાર સાથે સામૂહીક આપઘાત કર્યો છે ત્યારે આપઘાત કરવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. શાંત સ્વભાવના પોલીસ કર્મીએ આપધાત કરતા સૌ કોઈને ચિંતા વ્યાપી છે. કયા કારણથી પરીવાર સાથે આ પગલું ભરવું પડ્યું.
કુલદિપસિંહ યાદવ તેમની પત્ની અને ત્રણ વર્ષની બાળકી કે જે તેના પિતાના આંગળી પકડીને પાપા પગલી ભરતી હતી તેને સાથે લઈને કૂદવું પડ્યું. જો કે, પોલીસકર્મીના આપઘાત કરવા પાછળ કયું કારણ છે એ હાલમાં જાણી શકાયું નથી. ત્યારે આ મામલે રિવારનું હાલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ખાસ કરીને સોલા પોલીસ દ્વારા આ મામલે તપાસ થઈ રહી છે. આપધાત કયા કારણોથી કરવો પડ્યો એ જાણવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
1 comment
[…] આ પણ વાંચો… અમદાવાદમાં પોલીસ કર્મીનો પરિવાર સાથે… […]