29.4 C
Gujarat
November 19, 2024
EL News

બજારમાં તેજી વચ્ચે ઘણા શેરોમાં તેજી જોવા મળી,

Share
Business, EL News

આજે વીકેન્ડ બાદ શેરબજારમાં સવારથી જ તેજી જોવા મળી રહી છે. રોકાણકારોની અપક્ષાએ આજે બજાર ખૂલ્યું હતું. બજારમાં તેજી વચ્ચે ઘણા એવા શેરો છે કે જે ગ્રીન લાઈન પર જોવા મળ્યા હતા. રોકાણકારો આ શેરોમાં સારી ખરીદી જોઈ રહ્યા છે. બજારમાં ઉછાળા વચ્ચે નિફ્ટી 18,594.85ના સ્તરની ઉપર રહી છે. તે જ સમયે સેન્સેક્સ 328.92 પોઈન્ટ અથવા 0.53% વધીને 62,830.61 પર પહોંચ્યો છે.
Measurline Architects
નિફ્ટી 50 ઈન્ડેક્સ 94 પોઈન્ટ અથવા 0.51% વધીને 18,593.35ના સ્તર પર છે. નિષ્ણાતોના મતે, આવા ઘણા ટ્રેન્ડિંગ સ્ટોક્સ છે જેમાં આવનારા સમયમાં તેજી જોવા મળી શકે છે. રોકાણકારો નફો મેળવવા માટે આ શેરોને તેમના પોર્ટફોલિયોમાં સમાવી શકે છે.

ન્યુક્લિયસ સોફ્ટવેર એક્સપોર્ટ્સના શેરની કિંમત થયો વધારો
ન્યુક્લિયસ સોફ્ટવેર એક્સપોર્ટ્સના શેરની કિંમત આજે 20% વધી છે. તે શેર દીઠ રૂ. 971 પર પહોંચી ગયો. કંપનીએ નાણાકીય વર્ષ 2022-23 માં Rs 127.79 કરોડનો કરવેરા પછી નફો નોંધાવ્યો છે. આ 212.37% નો વધારો દર્શાવે છે.

આ પણ વાંચો…   ભારે વરસાદ થતા ઝુંડાલમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ રદ

ICICI લોમ્બાર્ડના શેરોમાં વધારો
ICICI બેન્કના બોર્ડે ICICI લોમ્બાર્ડમાં તેનો હિસ્સો વધારીને 4% કરવાની યોજનાને મંજૂરી આપી છે. આ પછી, પ્રારંભિક વેપારમાં ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડનો શેર 11% વધ્યો છે. સવારે 11:02 વાગ્યા સુધીમાં, BSE પર ICICI લોમ્બાર્ડનો સ્ટોક 9.39% વધીને રૂ. 1,203 પર હતો.

હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝિસે જાહેરાત કરી હતી કે તે નાગપુરમાં તેની કામગીરીના સંભવિત પુનર્ગઠન પર વિચાર કરી રહી છે. HCG NCHRI ઓન્કોલોજી LLP માં વિસ્તરી રહ્યું છે. કંપની મધ્યપ્રદેશમાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ બંને ક્ષેત્રોમાં પણ તકો શોધી રહી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

માત્ર 10,000 રૂપિયાનું રોકાણ કરી શરૂ કરો આ બિઝનેસ

elnews

પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ મૂકવાથી Netflix ને ફાયદો

elnews

ભારતીય નોટો કાગળથી નહીં પણ આ સામગ્રીમાંથી બને છે

elnews

Leave a Comment

error: Content is protected !!