16.4 C
Gujarat
December 22, 2024
EL News

મનહર ઉધાસ આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધીવત રીતે જોડાયા.

Share
Art & Entertainment:

ગુજરાતમાં ચૂંટણીનું આ વર્ષ છે ત્યારે ચૂંટણી પહેલા એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જવાનો સીલસીલો જોવા મળ્યો છે ત્યારે જાણીતા ફેમસ આર્ટિસ્ટ રાજકારણમાં પણ જોડાઈ રહ્યા છે. તેવામાં જાણીતા ગઝલકાર મનહર ઉધાસ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. મનહર ઉધાસ આજે સાંજે 4 કલાકે ભારતીય જનતા પાર્ટીમાં વિધીવત રીતે જોડાયા.

 

ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં આ સદસ્યતા અભિયાન હેઠળ દરેક ક્ષેત્રના લોકો, નિષ્ણાતો, કલાકારો, તબીબો, શિક્ષણ વિદો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન હેઠળ મનહર ઉધાસ પણ આજે ભાજપમાં જોડાયા. કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા તેમને કેસરીયો પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા.

 

મનહર ઉધાસ સાવરકુંડલાના રહેવાસી છે. તેઓ એક ભારતીય ગાયક અને પ્લેબેક સિંગર છે અને હિન્દિ ઉપરાંત તેમને પોતાની માતૃભાષા ગુજરાતીમાં પણ ગાયું છે. તેમને 1969માં ફિલ્મ વિશ્વાસમાં ગીત ગાયું હતું. ગઝલકાર તરીકે જાણીતા પંકજ ઉધાસ હવે ભાજપમાં જોડાઈને રાજકારણમાં પણ બીજેપીનો ખેસ પહેરીને પ્રવેશી ચૂક્યા છે.

 

આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ તથા ચોક્કસ સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News 👇

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

કોરોનાને લઈને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

elnews

વડોદરા ઉદ્યોગોની નિકાસ રૂ.૧ લાખ કરોડ ઉપર પહોંચી

cradmin

અમદાવાદ: જુનિયર કલાર્કની પરીક્ષા શરૂ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

cradmin

Leave a Comment

error: Content is protected !!