19.1 C
Gujarat
January 29, 2025
EL News

બનાવો ડુંગળી અને આમલીની ચટણી, જાણો રેસીપી

Share
Food Recipe, EL News

ચટણી આપણા ભોજન નો એક મહત્વનો ભાગ છે, એવું કહેવું ખોટું નથી. કોઈપણ ખાવાની વાનગીનો સ્વાદ વધારવા માટે ચટણી પ્રથમ પસંદગી હોય છે. ચટણી પણ ઘણા પ્રકારની હોય છે. દરેક ભારતીય ઘરમાં અલગ અલગ રીતે જુદી જુદી વસ્તુની ચટણી બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, નારિયેળની ચટણી સાઉથ ઇન્ડિયન (દક્ષિણ ભારતમાં) ખૂબ પ્રખ્યાત છે. તે જ રીતે ઉત્તરાખંડમાં તલની ચટણી ખુબ જ લોકપ્રિય છે. જોકે, ઘણા ઘરોમાં ડુંગળીની ચટણી બનાવવામાં આવે છે. પણ શું તમે ડુંગળીની ચટણી માત્ર એક જ રીતે બનાવીને કંટાળી ગયા હોય તો, આજે અમે તમને જણાવી દઈએ કે તમે આમલી અને ડુંગળીની ચટણી બનાવી શકો છે.

Measurline Architects

આમલી અને ડુંગળીની ચટણીની સામગ્રી
1ડુંગળી, બારીક સમારેલી
૩ ચમચી આમલી
1ચમચી ખાંડ
 સ્વાદ મુજબ કાળું મીઠું
1 ચમચી લાલ મરચું
એક ચપટી કાળા મરી
1/2 ચમચી શેકેલા જીરાનો પાવડર
 1 લીલું મરચું, બારીક સમારેલ
 1 ચમચી કોથમીર, બારીક સમારેલી
આમલી અને ડુંગળીની ચટણી બનાવવાની રીત 1. સૌથી પહેલા આમલીને ગરમ પાણીમાં 2 કલાક પલાળી રાખો. આ પછી તેને ચાળણીથી ગાળીને આમલીને અલગ કાઢી લો અને પાણીને અલગ કરી લો.
2. હવે આ પાણીમાં લાલ મરચું, કાળું મીઠું, શેકેલું જીરું પાવડર, થોડા કાળા મરી અને થોડી ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી લો.
3. હવે તેમાં ઝીણું સમારેલું લીલું મરચું, બારીક સમારેલી ડુંગળી અને કોથમરી મિક્સ કરો. ટેસ્ટી ચટણી તૈયાર છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

મસાલેદાર ટામેટા ચાટ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે, જાણો રેસિપી

elnews

રેસિપી / સાબુદાણાને પલાળ્યા વગર બનાવો ટેસ્ટી પકોડા

elnews

ઘરે ઝટપટ તૈયાર કરો ટેસ્ટી મેક્રોની સલાડની રેસિપી

elnews

Leave a Comment

error: Content is protected !!