21.9 C
Gujarat
December 27, 2024
EL News

ગુલાબજળની મદદથી ઘરે જ બનાવો મેકઅપ રિમૂવર વાઇપ્સ

Share
Health-Tip, EL News

ગુલાબજળની મદદથી ઘરે જ બનાવો મેકઅપ રિમૂવર વાઇપ્સ, તમારે પૈસા ખર્ચવા નહીં પડે

Measurline Architects

જો તમે મેકઅપના શોખીન છો.. તો તમે વારંવાર મેકઅપ કરતા હશો. આવી સ્થિતિમાં જો તમારું મેકઅપ રિમૂવર સમાપ્ત થઈ ગયું છે, તો આજે અમે ઘરે જ સરળ રીતે મેકઅપ રિમૂવર બનાવવાની પદ્ધતિ લઈને આવ્યા છીએ.

ઘરે મેકઅપ રીમુવર વાઈપ્સ કેવી રીતે બનાવી…..
ઘણીવાર આંખનો મેકઅપ દૂર કરવા માટે આંખોને લાંબા સમય સુધી ઘસવી પડે છે, જેનાથી તમારી આંખોને પણ નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં આ ઘરે બનાવેલા મેકઅપ રીમુવરથી મેકઅપ પણ સરળતાથી દૂર થઈ જાય છે અને તમારી આંખો વધુ પડતી ચીકણી કે તૈલી પણ નથી થતી, તો ચાલો જાણીએ કે ઘરે મેકઅપ રીમુવર વાઈપ્સ કેવી રીતે બનાવી શકાય.

આઇ મેકઅપ રીમુવર વાઇપ્સ ઘરે જ બનાવવું

રોઝ વોટર રીમુવર વાઇપ્સ
તેના માટે અડધા કપ ગુલાબજળમાં અડધી ચમચી બદામનું તેલ અને વિટામિન Eની 2 કેપ્સ્યુલ મિક્સ કરો. પછી આ મેકઅપ રીમુવરને નાના બોક્સમાં ભરીને સ્ટોર કરો. આનાથી તમારી આંખનો મેકઅપ સરળતાથી સાફ થઈ જાય છે….

આ પણ વાંચો…બીટરૂટ ટિક્કી હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે ,જાણો રેસિપિ

એલોવેરા રીમુવર વાઇપ્સ
આ માટે એક બાઉલ લો અને તેમાં એક તૃતીયાંશ પાણી ભરો. પછી તમે તેના ચોથા ભાગમાં એલોવેરા જેલ નાખો. આ પછી તેમાં એક ચમચી વેજીટેબલ ગ્લિસરીન ઉમેરીને મિક્સ કરો. પછી તમે તેમાં કોટન વાઇપ્સ અથવા કોટન બોલ્સ નાખીને આંખોનો મેકઅપ સાફ કરો.

જોજોબા તેલ રીમુવર વાઇપ્સ
જોજોબા તેલ નેચરલ મેકઅપ રીમુવર તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને આંખનો મેકઅપ સાફ કરવો શ્રેષ્ઠ છે. આ માટે એક બોટલમાં થોડું ગુલાબજળ અને જોજોબા તેલ મિક્સ કરો. પછી તમે તેની સાથે આંખનો મેકઅપ દૂર કરો. આમ આ મેકઅપ રીમુવર વાઈપ્સ ઘરે બનાવીને તમે મેકઅપને સરળતાથી રિમુવ કરી શકો છો. . .

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

દરરોજ સવારે આદુનું પાણી પીવાથી મળશે તમને વિવિધ લાભ, જાણો વિસ્તારથી

elnews

નવા વર્ષના પ્રથમ દિવસથી સારી જીવન શૈલી માટે અપનાવો

elnews

નવા વેરિઅન્ટ સાથે ફેલાઈ રહ્યો છે કોરોના

elnews

Leave a Comment

error: Content is protected !!