Food recipes:
શિયાળાના દિવસોમાં ગરમાગરમ સૂપ પીવાની લિજ્જત જ અનેરી છે. વિવિધ શાકભાજી અને સાથે આદું-લસણનો ગરમાવો મળે તો સ્વાસ્થ્ય પણ સારું રહે અને શરદી હોય તો એમાં પણ રાહત રહે. બનાવો આ વિવિધ સૂપ જે સ્વાદ સાથે સ્વાસ્થ્ય પણ આપશે.
ક્રીમી ટોમેટો બેઝિલ સૂપ
આ પણ વાંચો…રાજકોટનાં ક્રિકેટ રસિકો માટે ખુશીના સમાચાર
સામગ્રી : ટામેટાં-5 નંગ, ગાજર-1 નંગ, બટાકું-1 નંગ, ડુંગળી-1 નંગ, લસણ-4થી 5 કળી, આદું, બટર-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, મરી પાઉડર-અડધી ચમચી, ફ્રેશ ક્રીમ-1 ચમચી, બેઝિલનાં પાન
રીત
સૌ પ્રથમ ગાજર અને બટાકાને છોલી અને મધ્યમ ટુકડામાં સમારી લો. ટામેટાંને પણ મધ્યમ ટુકડામાં સમારી લેવા. લસણ, આદું અને ડુંગળીને પણ સમારી સાઈડમાં રાખવું. હવે એક કૂકરમાં એક ચમચી બટર ગરમ મૂકો. ગરમ થાય એટલે સમારેલું લસણ અને ડુંગળી ઉમેરી 1 મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલા બટાકા,ગાજર અને આદું અને ટામેટાં ઉમેરી થોડું પાણી ઉમેરી રેડો. ઢાંકણ બંધ કરી બે સીટી વગાડી ગેસ બંધ કરવો. કૂકર ઠંડુ પડે એટલે ક્રશ કરી સૂપ ગાળી લેવો. હવે એક પેનમાં 1 ચમચી બટર ગરમ મૂકવું. તેમાં ગાળેલો સૂપ,મીઠું,મરી પાઉડર અને બેઝિલના પાન ઉમેરી દસ મિનિટ ઉકળવા દેવું. સર્વિંગ બાઉલમાં ગરમાગરમ સૂપ ફ્રેશ ક્રીમથી ગાર્નિશ કરી સર્વ કરો.