Gandhinagar, EL News
ગુજરાતમાં સરકારી ભરતીની વર્ગ 3ની પરીક્ષામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટે નવા નિયમો લાગુ થશે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પ્રિલિમનરી અને મુખ્ય એમ બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે.
પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર નહીં કરાય. ભરતી માટે દ્વિસ્તરીય પરીક્ષાનું માળખું જાહેર કરવામાં આવ્યું. હવે વર્ગ 3ની મુખ્ય પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવશે.
ઓફિસ આસિસ્ટન્ટ અને હેડ ક્લાર્કની પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રિલિમનરી પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપી શકશે. જેમાં ફાઈનલ મેરિટના આધારે ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. મળતી માહિતી મુજબ મેરીટ મુખ્ય પરીક્ષાના આધારે રહેશે. ગુજરાતી કે અંગ્રેજીમાં પરીક્ષા આપી શકાશે. ક્લાસ 3ની પરીક્ષામાં આ ફેરફારો કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો… અમદાવાદમાં વિકાસ કામોની આ ભેટ અમિત શાહ આપશે
શું આ કારણે નિયમ બદલાયો
અગાઉ વર્ગ ત્રણની ભરતી માટે માત્ર એક જ વાર પરીક્ષા લેવામાં આવતી હતી. અને પરીક્ષાનું પરિણામ જાહેર થતાની સાથે જ સીધી ભરતીના આદેશો આપવામાં આવ્યા હતા. જો કે, પ્રાપ્ત વિગતો અનુસાર સરકારી ભરતી પરીક્ષાઓમાં વારંવાર પેપર લીકના કૌભાંડો અને ગેરરીતિઓને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.