Vadodara:
મધ્ય ગુજરાતની 61 બેઠકો પર ઈવીએમની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ભાજપ 56 બેઠકો પર આગળ છે. વડોદરામાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. 8 બેઠકો પર કોંગ્રેસ 1 બેઠક પર અને અપક્ષ 1 બેઠક પર આગળ છે જ્યારે બાકીની બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. વડોદરામાં બળવો કરનાર અપક્ષ નેતા મધુ શ્રીવાસ્તવ પાછળ, ભાજપ નેતા યોગેશ પટેલ આગળ ચાલી રહ્યા છે. મધુ શ્રીવાસ્તવને લઈને સૌ કોઈની નજર હતી ત્યારે તેઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે.
અગાઉ સતત ચર્ચામાં રહેતા અને ભાજપથી ટિકિટ ના મળતા અપક્ષમાં ઉભા રહેલા બળવાખોર નેતાઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. જેમાં વડોદરા પણ મુખ્ય સીટોમાં સામેલ છે. 2017માં ભાજપે મધ્ય ગુજરાતમાં 37 બેઠકો જીતી હતી. કોંગ્રેસે 22 બેઠકો જીતી હતી. જ્યારે અપક્ષનેએ 2 બેઠકો મળી હતી..
આ પણ વાંચો…કાકાએ આંદોલનના મુખ્ય ચહેરાને ચુંટણીમાં હાર ચખાડી
મધુ શ્રીવાસ્તવ સામે અપક્ષના ઉમેદવાર વધુ મજબૂત
વાઘોડિયા બેઠક પર ભાજપના બળવાખોર ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ અને અન્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના અપક્ષ ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલ માટે મુશ્કેલ બન્યો છે. વાઘોડિયા બેઠક જાળવી રાખવા માટે જિલ્લા ભાજપે તનતોડ પ્રયાસ કર્યો હતો. જોકે વાઘોડિયામાં ચૂંટણી પ્રચાર અને મતદારોના મિજાજને જોતા ભાજપ માટે આ બેઠક જીતવી મુશ્કેલ છે. વર્તમાન પરિસ્થિતિમાં એવું લાગે છે કે આ બેઠક નસીબના બળ પર જ જીતવામાં આવશે. મોંઘવારી, બેરોજગારી અને વિકાસના મુદ્દે વાઘોડિયા બેઠકના ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2017માં ભાજપના મધુ શ્રીવાસ્તવ આ બેઠક પરથી જીત્યા હતા.
સતત જીતતા આવેલા યોગેશ પટેલ ફરી આગળ ચાલી રહ્યા છે
માંજલપુર બેઠક પર ભાજપે વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલને 8મી વખત રિપીટ કર્યા છે. ભાજપના આ ઉમેદવાર અહીં સતત જીતતા આવ્યા છે ત્યારે 76 વર્ષના હોવા છતાં પણ તેમને આ વખતે પણ તેમનો દબદબો કાયમ રાખ્યો છે. તેઓ અત્યારે કાઉન્ટીંગમાં આગળ જોવા મળી રહ્યા છે.