25.9 C
Gujarat
December 22, 2024
EL News

સુરત – તાપી વિસ્તારના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ,

Share
Surat, EL News

સુરત જિલ્લાના તાપી નદીના કિનારે આવેલા ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સુરતમાં હથનુર ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે  હથનૂર ડેમમાંથી પાણી છોડવાને કારણે ઉકાઈ ડેમની જળસપાટી વધશે. જેના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. આ કારણથી જ તાપી વિસ્તારના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Measurline Architects

દક્ષિણ ગુજરાત તેમજ મહારાષ્ટ્રની સરહદ વચ્ચેના વિસ્તારમાં ભારે વરસાદના પગલે પાણીની આવર નદીઓ, સરોવરો અને ડેમ સુધી વધી છે ત્યારે હથનુર ડેમ વિસ્તારમાં પણ વરસાદ વધુ પડ્યો છે. ડેના કારણે આ ડેમના 41 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમની સપાટી 209.92 મીટરે પહોંચી હતી. ઓવરફ્લો થતા આ દરવાજા ખોલવા પડ્યા છે જેથી વધુ વરસાદ જો ઉપરવાસથી પડે છે તો ડેમનું પાણી વધુ વિસ્તારમાં ફરી શકે છે. ઉકાઈની હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમમાં 20 હજાર ક્યુસેક પાણીની આવક છે. જેથી લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો…       આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પંચમહાલ જીલ્લા દ્વારા જીલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

1 લાખ 26 હજારથી વધુ ક્યુસેક પાણી છોડાતા તાપી આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.  હથનૂર ડેમ વિસ્તારમાં 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. ત્યારે હજૂ વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હજૂ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં ઉપરવાસથી વધુ પાણીની આવક થતા ડેમો પણ ઓવરફ્લો થઈ રહ્યા છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદની મેટ કોલેજ હવે નરેન્દ્ર મોદી મેટ કોલેજથી ઓળખાશે

elnews

ટ્રકમાંથી જૂના કપડાંની આડમાં લાવવામાં આવી રહેલો 12 લાખથી વધુ નો વિદેશી દારૂ મળી આવ્યો

elnews

શહેરમાં સાયકલ,સ્કુટર વેચાણ અંગે શહેર કમિશનરનું જાહેરનામું

elnews

Leave a Comment

error: Content is protected !!