The Eloquent, Shivam Vipul Purohit:
ગોધરા શહેરથી અપહરણ કરીને લઈ ગયા બાદ મધ્યપ્રદેશના કલ્યાણપૂરા નજીક હત્યા કરીને રાજગઢના યુવાનનો મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો હતો, સમગ્ર મામલે ગોધરા શહેરના પાંચ ઈસમો અને મધ્યપ્રદેશના એક ઇસમની અટકાયત કરવામાં આવી હતી, આ ગુનામાં અન્ય ઇસમોની પણ સંડોવણી હોવાની આશંકાએ પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના અમઝેરા ખાતે રહેતો મહુનેશ ઉર્ફે મોનું મોહનભાઈ સોલંકી રાજગઢ ખાતે ઓટો પાર્ટ્સનો વેપાર કરતો હતો અને બજરંગ દળમાં જિલ્લા સંયોજક તરીકે કાર્યરત હતો, મહુનેશ સોલંકીને રાજગઢની યુવતી સાથે પ્રેમસબંધ હતા, જેની જાણ મહુનેશના ઘરના તમામ પરિવારજનોને હતી.
તાજેતરમાં જ મહૂનેશ સાથે પ્રેમસંબંધ ધરાવતી યુવતીની સગાઈ ગોધરા શહેરમાં રહેતા યુવાન સાથે કરવામાં આવી હતી, ગત ૧૩ તારીખે સાંજના સમયે મહુનેશ સોલંકી પોતાની બાઇક લઇને ઘરેથી નીકળ્યો હતો, અને ઘરે પરત આવ્યો ન હતો, તેમજ તેનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવ્યો હતો, જેથી તેમાં પરિવારજનો દ્વારા આ અંગે રાજગઢ પોલીસમથકે જાણ કરવામાં આવી હતી.
વિડિયો બાઇટ: https://www.instagram.com/reel/C2UWr0Gv9JA/?igsh=MXh5dmFoYnp2NDZ6Yg==
બીજી તરફ મહુનેશના પરિવારજનો દ્વારા ગોધરા ખાતે યુવતીના ફિયાન્સના ઘરે આવ્યા હતા અને તપાસ કરતા ફિયાન્સના પરિવારજન જિમ્મી શાહ નામના ઇસમ સાથે સંપર્ક થયો હતો, જેણે જણાવ્યું હતું કે મહુનેશ સોલંકી ગોધરા ખાતે આવ્યો હતો અને તેણે પોતે યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ કરી હતી, જેથી યુવતીના ફિયાન્સ દ્વારા યુવતીના કાકા દિલીપ વિમલ જૈનને જાણ કરતા તેઓ પોતાની સાથે ટોળું લઇને બે વાહનો લઇને તા ૧૫ જાન્યુઆરીના રોજ ગોધરા આવ્યા હતા અને ચર્ચા કરી હતી.
જે બાદ યુવતીના કાકા જણાવ્યું હતું કે હું મહુનેશને સારી રીતે ઓળખું છું, હું તેને મારી સાથે ગાડીમાં લઇ જઇશ અને છોડી દેવાની વાત કરીને જીદ કરી હતી, જે બાદ તેઓ મહુનેશ સોલંકીને ગાડીમાં પોતાની સાથે લઈ ગયા હતા, જેના થોડા દિવસ બાદ ગુમ થયેલા યુવાનનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા તેની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચો જીમ્મી તેમજ ધમા ની ચિંતા માં અનેક: સૂત્રો
સમગ્ર મામલે ગોધરા શહેર A ડિવિઝન પોલીસમથકે અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જે બાદ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો, આ હત્યામાં યુવતીના કાકા દિલીપ વિમલ જૈન સીધી રીતે સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું, જ્યારે યુવતીના ફિયાંસના પરિવારજન જિમ્મી શાહ નામનો ઇસમ પણ તેઓની મદદગારીમાં સંડોવાયેલા હોવાનું બહાર આવવા પામ્યું છે.
સમગ્ર મામલે પોલીસ દ્વારા બંને ઇસમોની અટકાયત કરવામાં આવી હતી, પોલીસ દ્વારા આ અપહરણના ગુનામાં સંડોવાયેલા યુવતીના ફીયાન્સ રાજ શાહ ઉર્ફે લાડુ, રાહુલ સોની, તેમજ ઉદય હોટેલ સુધી મહુનેશ સોલંકીને કારમાં લઈ જનાર ચાલક પૃથ્વીસિંહ, જ્યારે ઘટના સમયે ઉદય હોટેલ પર રહેલા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમોની અટકાયત કરવામાં આવી હતી,યુવતીના કાકા દિલીપ જૈન તવેરા ગાડી અને કાર લઇને ગોધરા આવ્યા હતા,જે બાદ મહુનેશને ઉદય હોટેલ પરથી લઈ ગયા બાદ રસ્તામાં મફલર વડે ટુંપો દઈને હત્યા કરી દીધી હતી, જે બાદ પૂર્વયોજિત કાવતરાના અગાઉથી જ મધ્યપ્રદેશમાં પેટ્રોલ મૂકી રાખ્યું હતું, જેના ભાગરૂપે કલ્યાણપૂરા ગામ નજીક આવેલ છોરા-છોરી ટેકરી પાસે હત્યા કરાયેલ મહુનેશનો મૃતદેહ પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.