Health tips:
દરેક વ્યક્તિ લાંબુ જીવન જીવવા માંગે છે. તેના માટે નવા પ્રયોગ પણ થઇ રહ્યા છે, પરંતુ સિડની યુનિવર્સિટીમાં થયેલા રિસર્ચમાં લાંબુ જીવન જીવવા માટે સરળ નુસખો સામે આવ્યો છે. રિસર્ચ અનુસાર ઘરમાં કરવામાં આવતાં નાના-નાના દૈનિક કાર્યો જેવાં કે ઘરની ફર્શને સાફ કરવી, પાળતુ શ્વાનને ફરવા લઈ જવો, પગથિયાં ચઢવા દરમિયાન ત્રણ વાર હાંફ ચઢે તોપણ તે તમારા માટે એટલું જ સારું છે જેટલું રમવું અથવા જીમ જવું છે.
આ પણ વાંચો…ઠંડીની ઋતુમાં ઘરે બનાવો તલના લાડુ, જાણો તેની સરળ રેસિપી
તેનાથી લાંબુ જીવન જીવવામાં મદદ મળે છે. તેનાથી કેન્સર, હાર્ટ એટેક અને કોઇ જીવલેણ બીમારીનાં જોખમને ટાળી શકાય છે. 87,500થી વધુ બ્રિટિશ વયસ્કો પર થયેલા આ રિસર્ચમાં આ નિષ્કર્ષ સામે આવ્યો છે. સ્વાસ્થ્ય લાભોને સચોટ રીતે માપવા માટે આ પહેલું રિસર્ચ છે. મુખ્ય સંશોધક પ્રોફેસર ઇમેન્યુઅલ સ્ટેમાટાકિસ કહે છે કે દરરોજ કસરત ન કરતા લોકોની તુલનામાં દૈનિક કાર્યોમાં ગતિ વધારીને કરાયેલાં કામને 11 મિનિટ સુધી કરવાથી હાર્ટ એટેકથી મોતનું જોખમ 65% સુધી ઘટે છે જ્યારે, કેન્સરથી મોતનું જોખમ 49% ઘટે છે. અન્ય સંશોધક હેમર અનુસાર જ્યારે ટીમે 62,000 લોકો જેમણે વ્યાયામ કર્યો હતો, તેમના ૫૨ સરવે કર્યો, તેમાં બંને તરફથી પરિણામ સરખાં મળ્યા. સ્વાસ્થ્યનાં પરિણામોને સરેરાશ 6.9 વર્ષ સુધી ટ્રેક કરાયા.
સરવેમાં સામેલ 852 લોકોનાં મોત થયાં. 511નું કેન્સરથી તો 266નું હાર્ટ એટેકથી. 89% લોકો પાસે દૈનિક કાર્યો કરાવવામાં આવ્યાં. તેનાથી બીમારીની શક્યતા જે લોકો દૈનિક કાર્યો નહોતાં કરતાં તેનાથી ઓછી હતી.