16.4 C
Gujarat
December 22, 2024
EL News

LIC ચીફે- અદાણીની કંપનીમાં રોકાણ થી કોઈ નુકસાન નથી

Share
Business, EL News

દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. ક્યારેક સંસદમાં વિપક્ષ તેના પર નિશાન સાધે છે તો ક્યારેક વડાપ્રધાન તેના વખાણ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન સંસદમાં પોતાના ભાષણમાં LICની પ્રશંસા કરી હતી. એલઆઈસી કેટલી મજબૂત છે તેની વાત કરી. LICના ચેરમેન સિદ્ધાર્થ મોહંતીએ PM મોદીના વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો છે.

Measurline Architects

પીએમના વખાણથી આત્મવિશ્વાસ વધ્યો

સિદ્ધાર્થ મોહંતીએ કહ્યું કે અમે પીએમ તરફથી મળેલી પ્રશંસાથી અમે ઉત્સાહિત અને આભારી છીએ. તેમણે કહ્યું કે અમે રોકાણકારોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં LICની પ્રશંસા કરી છે ત્યારથી રોકાણકારો, પોલિસીધારકો અને શેરધારકો પ્રત્યેની અમારી જવાબદારી અને જવાબદેહી વધુ વધી ગઈ છે. PMના વખાણની અસર કંપનીના ભાવિ પરિણામો પર પણ જોવા મળશે.

આ પણ વાંચો…અમેરીકા જતા ગુમ થયેલા 9 લોકોના મામલે ગુજરાત HCમાં અરજી

અદાણીમાં રોકાણ કરવાથી કોઈ નુકસાન નથી

તેમણે કહ્યું કે અમે કોઈ એક કંપની વિશે વાત કરવા માંગતા નથી, પરંતુ અદાણીની કંપનીમાં રોકાણ કરીને LICને કોઈ નુકસાન થયું નથી. તેમણે કહ્યું કે અમે નીતિઓ અને પ્રોટોકોલ હેઠળ અદાણીમાં રોકાણ કર્યું છે. જ્યારે કંપનીના શેરના ભાવ નીચા હતા ત્યારે અમે રોકાણ કર્યું હતું અને જેમ જેમ ભાવ વધવા લાગ્યા હતા ત્યારે અમને રોકાણનો લાભ મળ્યો છે. તેમણે કહ્યું કે અમે અમારા આંતરિક પ્રોટોકોલ અને નિયમનને ધ્યાનમાં રાખીને અદાણીમાં રોકાણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, LIC દેશની સૌથી મોટી વીમા કંપની છે. અહીં 13 લાખ વીમા એજન્ટો છે. તેમણે કહ્યું કે એજન્ટોની સંખ્યા વધારવાની જરૂર છે જેથી દેશનું વધુ કવરેજ થઈ શકે.

જણાવી દઈએ કે વડાપ્રધાને સંસદમાં કહ્યું હતું કે એવું કહેવામાં આવ્યું હતું કે LIC ડૂબી રહી છે. ગરીબોના પૈસા ક્યાં જશે? પરંતુ આજે LIC સતત મજબૂત થઈ રહી છે. જેમને શેરબજારમાં રસ છે, આ એક ગુરુ મંત્ર છે કે જે સરકારી કંપનીને વિપક્ષ ગાળો આપે છે, તેના પર દાવ લગાવો અને બધું સારું થઈ જશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

4 મહિના પહેલા આવ્યો IPO, ભાવમાં 92%નો ઉછાળો

elnews

જૂની પેન્શન સ્કીમની પુનઃસ્થાપના પર નવું અપડેટ, હવે રેલવે કર્મચારીઓ કરશે આ કામ!

elnews

Leave a Comment

error: Content is protected !!