Food Recipes:
શિયાળાની સીઝન શરૂ થતા જ રાજ્યભરમાં વિવિધ વિસ્તારોમાં શિયાળુ વાનગીઓની પાર્ટીઓ જામે છે. ક્યાંક ની પોંક પાર્ટી તો ક્યાંક ઓળા રોટલાની પાર્ટી તો ક્યાંક ટોઠા ની પાર્ટી તો ક્યાંક ઊંધિયા પાર્ટી પણ થતી હોય છે. ત્યારે શિયાળામાં ચટાકેદાર આરોગ્યવર્ધક ઉંબાડિયા નામની વાનગીની ભારે બોલ બાલા છે. કંદમૂળ અને લીલી પાપડીને માટલામાં ભર્યાં બાદ ભઠામાં બાફીને અનોખી રીતે બનાવવામાં આવતું ઉંબાડીયુ એક વાર ચાખી લો..તો એનો સ્વાદ ક્યારેય ભુલાશે નહિ.
ઊંબાડિયાનો સ્વાદ માણ્યાવગર નહી રહી શકે
આ પણ વાંચો…ડાર્ક સર્કલથી સરળતાથી મેળવો છૂટકાવો
હાલ શિયાળો ચાલી રહ્યો છે. ત્યારે તમે જો અહીં કોઈ હાઈવે પરથી પસાર થતા હશો તો તમને ક્યાંકને ક્યાંક ઊંબાડિયું લખેલા સાઈન બોર્ડ જોવા મળી જશે. જો આ બોર્ડ કોઈ સ્વાદરસિકોના ધ્યાનમાં આવી જાય તો પછી તે વ્યક્તિ ત્યાંથી ઊંબાડિયાનો સ્વાદ માણ્યાવગર નહી રહી શકે. આમ તો, વલસાડ જિલ્લો જગવિખ્યાત વલસાડી આફૂસ કેરી માટે દુનિયાભરમાં જાણીતો છે. પરંતુ શિયાળામાં તમતમતા અને ચટાકેદાર ઉંબાડીયાની બોલ બાલા રહે છે. ઉંબાડીયુ શિયાળાની સૌથી ફેવરેટ વાનગી છે. વલસાડની આ સ્પેશિયલ વાનગી શક્કરીયા, રતાળુ, બટેટા, અને લીલી પાપડીમાંથી બને છે.
હેલ્થી એવા ઊંબાડિયાનો સ્વાદ માણવો એક લહાવો છે આ રીતે પ્યોર નૈસર્ગિક અને હેલ્થી એવા ઊંબાડિયાનો સ્વાદ માણવો એક લહાવો છે. ઉંબાડીયાની બોલબાલા એટલી છે કે નાનાથી લઈ ને મોટા લોકોને શિયાળામાં ઉબાડીયાના સ્વાદનું ઘેલું લાગે છે. ઉંબાડીયાના સ્વાદનું ઘેલુ માત્ર વલસાડ જિલ્લાના લોકો ને જ નહી પરંતુ, વલસાડ જિલ્લામાંથી પસાર થતા મુંબઈના કે અમદાવાદના વલસાડથી પસાર થતા લોકો પણ હાઇવે પરના ઉંબાડિયાના સ્ટોલ પર સ્વાદ માણવાનું ચૂકતા નથી.
સ્થાનિક લોકો માટે પણ રોજગારીના દ્વાર ખૂલ્યા છે ઉબાડીયા નો ચટાકેદાર સ્વાદતો સ્વાદ રસિકોને ઘેલુ લગાવે છે. આ ચટાકેદાર ઉંબાડીયુ એક કિલો ના અઢીસો રૂપિયા થી લઈ 300 રૂપિયા ના ભાવ થી મળે છે. જોકે તેમ છતાં લોકો મોંઘા ભાવના ઉબાડીયુ નો સ્વાદ માણવાનું ચૂકતા નથી, જેના કારણે સ્થાનિક લોકો માટે પણ રોજગારીના દ્વાર ખૂલ્યા છે. જંક ફૂડ જમાનામાં ફેટી અને ઓઈલી ખાણાની સામે ઉંબાડીયું . સ્વસ્થ વર્ધક અને સ્વાદિષ્ટ છે. ત્યારે વલસાડના ગ્રામીણ લોકોને લોકોને ઘર બેઠા જ નવી રોજગારી આપતું આ હેલ્થી ફૂડે આ ગ્રામીણ આદિવાસી લોકો માટે નવી રોજગારીનો માર્ગ પણ ખોલ્યો છે.