Food recipes, EL News
ફળોમાં પ્રિય એવા કેળા ખાવાના શોખિન લોકો સોજી સાથે મિક્સ કરીને હલવો બનાવી શકે છે. ઘરે જ આ હલવો બનાવી શકાય છે. આ ઉપરાંત જીમમાં જતા લોકો ઓટ્સ ખાવાના પણ શોખિન હોય છે જેથી કેળા અને ઓટ્સનો હલવો પણ બનાવી શકો છો.
હલવો એ ગુજરાતની પરંપરાગત મીઠાઈઓમાંનો એક છે અને અહીં અમે ઓટ્સ સાથે ખૂબ જ રસપ્રદ કેળાના હલવાની રેસીપીની રીત જાણી લો.
આ પણ વાંચો…જો તમે ત્વચા સંબંધિત આ રોગોથી પરેશાન છો, તો જાણો
ઓટ્સને ઉમેરાતા હેલ્ધી વાનગી બની જાય છે.ઓટ્સ, કેળા, દૂધ, સુગર ફ્રી (ખાંડ) અને ખજૂરનો બનેલો આ સ્વાદિષ્ટ હલવો પોતાનામાં એક અનોખી રેસિપી છે. જેને તમે તમારી પસંદગીના કોઈપણ પ્રસંગે તમારા મહેમાનોને પીરસી શકો છો અને ખાઈ શકો છો. આ હલવાની રેસીપી 30 મિનિટમાં બનાવી શકાય છે અને રાત્રિભોજન અથવા લંચમાં પણ લઈ શકાય છે. ફિનિશિંગ ટચ આપવા માટે, તમે તેને કાજુ અને તમારી પસંદગીના અન્ય ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરી શકો છો.
સૌપ્રથમ કેળાની છાલ કાઢીને એક બાઉલમાં કટકા કરીને મુકી દો. બાઉલને બાજુ પર રાખો. પછી ખજૂરમાંથી બીજ કાઢીને ચૉપિંગ બોર્ડ પર કાપીને એક બાઉલમાં બાજુ પર રાખો. હવે એક મોટા તવાને મધ્યમ તાપે મૂકો અને તેમાં ઘી ગરમ કરો. તેમાં ઓટ્સને ત્યાં સુધી ફ્રાય કરો જ્યાં સુધી તેમાંથી સુગંધ ના આવે. ત્યાર બાદ થોડો ગેસ ધીમો કરો અને એક કડાઈમાં દૂધ સાથે 1 કપ પાણી નાખો. હવે તેમાં ખાંડ અને ખજૂર ઉમેરો. મિશ્રણમાં ખાંડ સંપૂર્ણપણે ભળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહો. ધીમા તાપે કડાઈને રાખો. હવે ગેસ બંધ કરો અને ખીરમાં છૂંદેલા કેળા ઉમેરો. જો ઈચ્છો તો ડ્રાય ફ્રૂટ્સ પણ ગાર્નિશ કરીને અંદર નાખો, પછી હળવા તાપે સર્વ કરો.