EL News, Panchmahal:
લગ્ન કરવાનાં ઇરાદે સાંપા પ્રાથમિક શાળા માંથી મામાની ખોટી ઓળખ આપીને એક જૂની વિદ્યાર્થીની નું એલ.સી. કાઢવાને ૨ ગઠીયા ફરાર…
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના દલવાડા ગામનાં વતની પગી ભલાભાઈ ની પૂત્રી ભણવાના હેતુથી પોતાનાં દાદા નાં ઘરે ગોધરા તાલુકાના સાંપા ગામે રહિત સાંપા પ્રાથમિક શાળા માં પોતાનું શિક્ષણ પૂરું કર્યું હતું.
ભલાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે, ગત દિવસો દરમિયાન એક છોકરાનાં પ્રેમ પ્રકરણ માં ભલાભાઈ નાં જણાવ્યા અનુસાર ૨ મહિલાઓની મદદથી તેને લગ્ન કરવાનાં ઇરાદે ભગાડી ગયા હતા. ત્યાર બાદ જે બન્યું એ માસ્ટર પ્લાન હોઇ શકે છે.
છોકરી ને ભગાડ્યા બાદ જાણીતા જ લોકોએ અલગ અલગ સગા સંબંધીઓ નાં ઘરે તે છોકરી ને રાખી, અને હાલના સમયમાં તેનો કોઈ અતોપતો નથી.
ત્યારબાદ લગ્ન કરવાનાં ઇરાદે ભગાડી ગયા હોવાથી કોઈ અજાણ્યા ૨ ઇસમો એ છોકરી નાં મામા છે તેવી ખોટી ઓળખ આપીને સાંપા પ્રાથમિક શાળા માં થી આચાર્ય પાસેથી એલ. સી. કઢાવીને ફરાર થઈ ગયા હતા.
છોકરી નાં મામા છે તેવી ખોટી ઓળખ આપનાર બે ઇસમો નાં નામ ૧. નિતીનભાઇ પર્વતભાઇ પરમાર ૨. વિનોદભાઈ કાળુભાઇ પટેલિયા.
આ વાત ની જાણ થતાં દિકરી નાં પિતા દ્વારા ગોધરા ખાતે આવેલા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવી છે તેમજ આચાર્ય ને આ ગફલત ની જાણ થતાં સાંપા પ્રાથમિક શાળા નાં આચાર્ય દ્વારા પણ ખોટી રીતે એલ. સી. જેવા મહત્વના ડોક્યુમેન્ટ લઇ ફરાર થઈ ગયેલા બે ઇસમો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
આ પ્રકારની ખોટી ઓળખ આપીને અન્ય કોઈ વ્યક્તિ આ રીતે કોઈ હાલ નાં કે જૂનાં વિદ્યાર્થીનાં ડોક્યુમેન્ટ ન લઇ જાય એ માટે આચાર્ય દ્વારા કડક નિયમો બનાવી દેવામાં આવ્યા છે તેવું આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું.
દિકરી નાં પિતા અને તેમનાં સગા સંબંધી છેલ્લા કેટલાય સમયથી દિકરી ન મળતાં ચિંતાતુર જોવા મળી રહ્યા હતા. તેઓની દિકરી જલ્દી મળે અને આ રીતે ખોટી ઓળખ આપીને સાંપા પ્રાથમિક શાળા માં થી એલ.સી. લઈને ફરાર થઈ ગયેલા બે ઇસમો ને શોધી કાઢી તેઓને સજા થાય તેવી છોકરીનાં પિતા ની માંગ છે.