Shivam Vipul Purohit, India:
વિશ્વપ્રવાસી પ્રજા તરીકે આખી દુનિયામાં જાણીતા ગુજરાતીઓ માટે ખુશખબર છે. હવે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આપ સીધા કોચીન ત્રિવેન્દ્રમ કોલકત્તા અને ગુવાહાટીની મુસાફરી કરી શકો છો. અમદાવાદથી ત્રિવેન્દ્રમ, કોચીન ગોવાહાટી અને કોલકાત્તાની સીધી ફ્લાઈટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
SVPI અમદાવાદ એરપોર્ટથી indigo એરલાઇન્સ દ્વારા વધુ ચાર નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. અમદાવાદથી ત્રિવેન્દ્રમ, કોચીન ગોવાહાટી અને કોલકાત્તાની સીધી ફ્લાઈટ દ્વારા આપ દક્ષિણ ભારત પૂર્વ ભારત અને ઉત્તરપૂર્વ ભારતના લોકપ્રિય સ્થળોની મુલાકાત લઈ શકો છો. મંગળવારથી આ ત્રણેય ટુરીસ્ટ સ્પોટની મુસાફરી કરવા ઈચ્છતા લોકોને ડાયરેક્ટ ફ્લાઈટ ઉલબ્ધ કરાવવામાં આવી છે.
કેરળના પશ્ચિમ ઘાટમાં ત્રિવેન્દ્રમ નજીક આવેલું રમણીય હિલ સ્ટેશન પોનમુડી હરિયાળી, ટેકરીઓ અને સૌમ્ય પર્વતીયમાળાઓથી ઘેરાયેલું શાંતિપૂર્ણ પર્યટન સ્થળ છે. તેની આસપાસ ફેલાયેલા ચાના બગીચાઓના મનોહર દૃશ્યોથી અને મનમોહક સુગંધથી ભરપૂર છે. વળી પોનમુડી પર કેટલાય ધોધ, ગોલ્ડન વેલી, સ્ટ્રીમ્સ- સ્વિમિંગ અને અનવાઈન્ડિંગ માટેના અનેક પર્યટન સ્થળો આવેલા છે. પેપ્પરા વન્યજીવ અભયારણ્યમાં હરણ, પક્ષીઓ અને અવારનવાર ચિત્તાના દર્શન પણ થતા રહે છે.
બેકવોટર્સ પૂવર અને મુનરો ટાપુ, કોવલમ અને વરકાલાનો દરિયાકિનારો, આયુર્વેદ માટે જાણીતી શાંતિગીરી, નાઇટલાઇફ માટે પ્રખ્યાત વરકાલા, વન્યજીવન ધરાવતું નેયાર, ઇકોટુરિઝમ માટેની થેનમાલા, એડવેન્ચર ટુરિઝમ માટે કોવલમ અને વરકલા જેવા રમણીય સ્થળો છે. વળી તીર્થયાત્રા કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે પદ્મનાભ સ્વામી મંદિર, કન્યાકુમારી, હેરિટેજ પદ્મનાભપુરમ મહેલ, એલિફન્ટ પાર્ક- કોટ્ટૂર, વગેરે જેવા સ્થળોની આપ મુલાકાત લઈ શકો છો.
દાર્જિલિંગની વાત કરીએ તો, ચાલસા, સિલિગુડી અને કાઝીરંગા નેશનલ પાર્ક જેવા અન્ય સ્થળોનો પ્રવાસ કરવા તમે અમદાવાદથી ગુવાહાટી ડાયરેક્ટ ફ્લાઇટમાં જઈ શકો છો. સિટી ઓફ જૉયના નામથી વિશ્વભરમાં પ્રખ્યાત કોલકાત્તાની મુસાફરી દરમિયાન દક્ષિણેશ્વર કાલી મંદિર, રવીન્દ્ર સરોવર, પ્રિન્સેપ ઘાટ, હાવડા બ્રિજ જેવા ખાસ સ્થળોના વારસાથી પરિચિત થઈ શકો છો.
દર સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે અમદાવાદથી ત્રિવેન્દ્રમની સીધી ફ્લાઈટ અઠવાડિયામાં ચાર વખત ઉડાન ભરશે. અમદાવાદથી કોચીન ફ્લાઇટ અઠવાડિયામાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે એમ ત્રણ દિવસ ચાલશે. તો રાહ કોની જૂઓ છો?? થઈ જાવ તૈયાર! આપના મનપસંદ સ્થળોની મઝા માણવા માટે..!!