લઠ્ઠાકાંડ:
આ આરજી આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં કરવામાં આવી છે. જેથી આ મામલે લૂલો બચાવ તેમણે કર્યો
એમોસ કંપનીના ડિરેક્ટર સહીતના કંપનીના 4 માલિકોને શોધવા માટેની તપાસ તેજ કરવામાં આવી છે. ત્યારે આ મામલે મોટા સમાચાર એ મળી રહ્યા છે કે કેમિકલ કાંડમાં ધરપકડથી બચવા માટે માલિકે હાઈકોર્ટમાં આગોતરા મેળવવા માટે અરજી કરી છે.
એમોસના માલિકની અરજી કરવામાં આવી છે. આ આરજી આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં કરવામાં આવી છે. જેથી આ મામલે લૂલો બચાવ તેમણે કર્યો છે. હું એક પ્રતિષ્ઠીત વ્યક્તિ છું તેવો ઉલ્લેખ પણ તેમણે કર્યો છે. જામીન અરજી સુનાવણી આજે હાથ ધરવામાં આવશે.
અગાઉ તેમને સમન્સ મોકલતા તેઓ હાજર ના થતા લૂક આઉટ નોટીસ જારી કરાઈ હતી. જેથી હજૂ પણ ભૂગર્ભમાં રહેલા સમીર પટેલ સહીતના માલિકો હજૂ પણ ફરાર છે માટે હવે સમાચાર એવા પણ મળી રહ્યા છે કે, સમીર પટેલે આ મામલે આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી છે.
સીટ દ્વારા સમીર પટેલના ઘરે ઓપરેશન તેમને પકડવા માટે હાથ ધરાયું
સીટ દ્વારા સમીર પટેલના ઘરે ઓપરેશન તેમને પકડવા માટે હાથ ધરાયું હતું. નિર્લિપ્ત રાયે બે વાર સમન્સ પાઠવ્યું હતું પરંતુ તેઓ હાજર નહોતા થયા. બરવાળાની અંદર ઝેરી કેમિકલ કાંડમાં 50થી વધુના મોત થયા છે.
ભોગ લેનાર કેમિકલ કાંડમાં સમીર પટેલને શોધવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એમોસ કંપનીના સમીર સહીતના ચાર માલિકો સામે માનવ વધની 304 સહિતની ગંભીર કલમો પણ લગાવવામાં આવી છે.