Surat, EL News
સુરત શહેરમાં નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા મેયર તરીકે દક્ષેશ માવાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અન્ય પદાધિકારીઓના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ તેમજ શાસક પક્ષ નેતા તરીકે શશી ત્રિપાઠીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
મેયર : દક્ષેશ માવાણી
ડે . મેયર : નરેન્દ્ર પાટીલ
સ્થાયી સમિતિ ચેરમેન: રાજન પટેલ
શાસક પક્ષ નેતા : શશી ત્રિપાઠી
આ પણ વાંચો…અદાણી ફાઉન્ડેશન,દહેજ દ્વારા સરકારી શાળાઓમાં પ્રોજેક્ટ ઉત્થાન અંતર્ગત દાદા-દાદી દિવસની ઉજવણી કરવામા આવી
સુરત મહાનગર પાલિકાના નવા મેયર તેમજ અન્ય પદાધિકારીઓના નામોને લઈને ઘણા સમયથી ચર્ચા હતી. નો રિપીટ થીયરી અંતર્ગત આ નામોની જાહેરાત કરવામાં આવી છે. સુરત મહાનદર પાલિકામાં 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થઈ છે. શાસક પક્ષના નેતા અને દંડક સહીતના વિવિધ પદો માટે જાહેરાત કરવામાં આવી છે.
આ સાથે અન્ય શહેરો જેમ કે, ભાવનગર, રાજકોટ સહીતના મેયર તેમજ અન્ય પદાધિકારીઓના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે. અગાઉ અમદાવાદ અને વડોદરાના મેયર અને ડેપ્યુટી મેયરની જાહેરાત કરવામાં આવી હતી.