Gujarat, EL News
એકવાર ફરી મહાનાયક અમિતાભ બચ્ચન ખુશ્બૂ ગુજરાત કી કહેતા જોવા મળશે. ખુશ્બુ ગુજરાત કી બીજી આવૃત્તિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાવાગઢ જેવા સ્થળોનો સમાવેશ કરવામાં આવનાર છે. આ સિવાય પીએમ મોદીના જન્મસ્થળ વડનગરનો પણ સમાવેશ થાય છે.
એક દાયકા પહેલા, ગુજરાત સરકારે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. જેના કારણે ગુજરાતના પ્રવાસનને ઘણો ફાયદો થયો. હવે ફરી લગભગ 12 વર્ષ બાદ ગુજરાત સરકાર નવી જગ્યાઓના પ્રમોશનની તૈયારી કરી રહી છે.
બોલિવૂડના સુપરસ્ટાર્સે ગુજરાતના પ્રવાસન સ્થળોને પ્રમોટ કર્યા છે. ગુજરાત સરકાર રાજ્યમાં વિકસિત નવા સ્થળોને પ્રોત્સાહન આપવા માંગે છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાવાગઢ અને પીએમ મોદીનું જન્મસ્થળ વડનગર સહીતના સ્થળો સામેલ છે.
આ પણ વાંચો… અમદાવાદ – તથ્ય પટેલ કેસ મામલે 1684 પાનાની ચાર્જસીટ કરાઈ ફાઈલ,
ગુજરાત સરકાર રાજ્યના 12 પ્રવાસન સ્થળોનું પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. બિગ બી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાજ્ય સરકારની પ્રથમ પસંદગી છે. ખુશ્બૂ ગુજરાત કી અને કૂછ ન તો ગુજારીયે ગુજરાત, આ ટેગલાઈ પ્રવાસન જગતમાં સફળ રહી હતી. બિગ બીના અભિયાન બાદ ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થયો હતો. ગુજરાત સરકારનું પ્રવાસન પ્રમોશન ગુજરાતની સુગંધ સાથે જોડાયેલું છે… તૈયારીઓ એવા સમયે સામે આવી છે જ્યારે તેમના પુત્ર અભિષેક બચ્ચનની પ્રયાગરાજથી સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી થવાની ચર્ચા પણ સામે આવી છે.