16.4 C
Gujarat
December 22, 2024
EL News

મહીસાગર નદીમાં ઘોડાપુર, કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ.

Share
Mahisagar:

રાજ્યના 9 જિલ્લાઓને પાણી પૂરું પાડતા કડાણા ડેમ માંથી 2,32000 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું.

કડાણા ડેમ, Elnews

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં સતત વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને મહીસાગર જિલ્લામાં આવેલા રાજ્યના 9 જિલ્લાઓને પાણી આપતા કડાણા ડેમમાં ધરખમ પાણીની આવક નોંધાઈ રહી છે.

ડેમનું રુલ લેવલ જાળવવા કડાણા ડેમના 11 ગેટ ખોલીને 2,32000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી મહીસાગર નદી હાલ બે કાંઠે વહી રહી છે ત્યારે જિલ્લાના 106 કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ઉપરાંત મહીસાગર નદી જ્યાંથી વહે છે તેવા રાજ્યના પંચમહાલ, ખેડા,આણંદ, અને વડોદરા જિલ્લાના જિલ્લા કલેકટર અને સંબધિત અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે.

ડેમમાં અત્યારે ઉપરવાસમાંથી 1,41000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સાથે ડેમનું લેવલ 414.03 ફૂટે પોહચ્યું છે જ્યારે ડેમનું કુલ લેવલ 419.00 ફૂટ છે.

દરવાજા ખોલાયા, Elnews

કડાણા ડેમના 11 ગેટ ખોલવામાં આવ્યા

કડાણા ડેમના મેન 5 ગેટ 15 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે જ્યારે બાજુના એડિશનલ 4 ગેટ 10 ફૂટ સુધી ખોલાયા અને 2 ગેટ 4 ફૂટ સુધી ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.

આસપાસના વિસ્તારો એલર્ટ, Elnews

મહીસાગર જિલ્લાના 106 ગામો એલર્ટ કરાયા

કડાણા ડેમ માંથી મોટી માત્રામાં પાણી છોડાતા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના 63 ગામો કડાણા તાલુકાના 27 અને ખાનપુર તાલુકાના 16 ગામોને પ્રસાસન દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ લોકોને નદી કિનારે ન જવા માટે સૂચન કર્યું છે

કડાણા ડેમ રાજ્યના 9 જિલ્લાઓમાં પાણી પહોંચાડે છે

કડાણા ડેમ મહીસાગર જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યના અન્ય 8 જિલ્લાઓને પાણી પહોંચાડે છે જેમાં સાબરકાંઠા,અરવલ્લી,ગાંધીનગર, મહેસાણા બનાસકાંઠા, ખેડા,આણંદ, દાહોદ આ 9 જિલ્લાઓમાં પાણી પહોંચાડે છે ત્યારે કડાણા ડેમ ઓવરફ્લો થતા મહીસાગર ઉપરાંત રાજ્યના 8 જિલ્લાના લોકોમાં ખુશી જોવા મળી રહી છે.


જાહેરાત
Advertisement

આ પણ વાંચો…GUJARAT: અંબાલાલ પટેલ કહ્યું કે સપ્ટેમ્બરમાં પણ વરસાદ પડશે.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે વિશ્વસનીય પ્લેટફોર્મ એટલે Elnews, હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે.

Related posts

2002ના રમખાણો મામલે તિસ્તા સેતલવાડે મોટું પગલું ભર્યું છે

elnews

સુરતના ત્રણ યુવકોને પિસ્તોલ સાથે રીલ્સ બનાવવી ભારે પડી,

elnews

પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળે સરાજાહેર ફેરવ્યું કટર

elnews

Leave a Comment

error: Content is protected !!