ફાયદાની વાત
શું આપ પણ એવી સ્કીમ શોધી રહ્યા છો, જ્યાં જોખમ બિલકુલ ન હોય. કોઈ પણ પ્રકારના ઉતાર ચડાવનો સામનો ન કરવો પડે, તો પોસ્ટ ઓફિસની સ્કીમ પસંદ કરી શકશો. આવી જ એક સ્કીમ છે રૂરલ પોસ્ટલ લાઈફ ઈંશ્યોરન્સ અંતર્ગત કેટલીય સ્કીમો લોન્ચ થયેલી છે. તેમાંથી એક છે ગ્રામ સુરક્ષઆ યોજના. આ સ્કીમમાં આપ દરરોજ 50 રૂપિયાનું રોકાણ કરીને 35 લાખ રૂપિયા સુધીની રકમ મેળવી શકશો.
જોઈ લો શું છે ગ્રામ સુરક્ષા યોજના
ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણ કરનારા પુરા 35 લાખનો ફાયદો મેળવી શકે છે. આ સ્કીમની રકમ બોનસ સાથે રોકાણને 80 વર્ષની ઉંમરમાં મળે છે. જો રોકાણ કરનારા વ્યક્તિનું મૃત્યુ 80 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે, તો તેના નોમિનીને આ રકમ મળે છે. તેમાં 10,000 રૂપિયાથી લઈને 10 લાખ સુધીનું રોકાણ કરી શકશો. આપ તેના હપ્તા માસિક, ત્રિમાસિક અને વાર્ષિક અને છ માસિક ધોરણે ભરી શકશો. ઈંડિ્યા પોસ્ટની વેબસાઈટ અનુસાર, રુરલ પોસ્ટલ લાઈફ ઈંશ્યોરન્સ પોલિસી ભારતની ગ્રામિણ જનતા માટે 1995માં લોન્ચ થઈ હતી.
બોન્સ મળશે
આ સ્કીમમાં રોકાણ કરનારાઓને ચાર વર્ષ બાદ લોનની સુવિધા પણ મળે છે. જો કોઈ પોલિસીધારક તેને સરેન્ડર કરવા માગે છે, તો પોલિસી શરુ થવાની તારીખથી ત્રણ વર્ષ બાદ તે સરેન્ડર પણ કરી શકશે. આ સ્કીમમાં રોકાણ પર પાંચ વર્ષ બાદ બોનસનો લાભ પણ મળે છે.
આ પણ વાંચો… નવરાત્રિમાં અમદાવાદીઓને મળશે મેટ્રો ટ્રેનની ભેટ
કેટલી મળશે રકમ
જો કોઈ પાત્ર વ્યક્તિ આ સ્કીમમાં દર મહિને 1500 રૂપિયા જમા કરાવશે, એટલે કે, ફક્ત રોજના 50 રૂપિયા ખર્ચ કરશે, તો આ સ્કીમ મેચ્યોર થવા પર આપને 35 લાખ રૂપિયા સુધીનું રિટર્ન મળી શકે છે.
ક્યારે મળે છે પુરી રકમ
એક રોકાણકાર 55 વર્ષના સમયગાળમાં મેચ્યોરિટી પર 31,60,000 રૂપિયા, 558 વર્ષની મેચ્યોરિટી પર 33,40,000 રૂપિયા અને 60 વર્ષમાં 34.60 લાખ રૂપિયા મળે છે. ગ્રામ સુરક્ષા યોજના અંતર્ગત 80 વર્ષની ઉંમર થવા પર સોંપી દીધી હતી. તો વળી જો વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો, આ પૈસા નોમિનીને આપવામા આવે છે.
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews