Gandhinagar, EL News
જિલ્લા રોજગાર કચેરી ગાંધીનગર અને ડી- માર્ટ ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે તા. 15/03/ 2023 ના રોજ સવારે 10:00 કલાકે ડી- માર્ટ, ક્રોમા શોરૂમ પાસે, આસ્થા હોસ્પિટલ ની સામે સરગાસણ, ગાંધીનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં દેશની પ્રસિદ્ધ રિટેલ સર્વિસ કંપની ડી- માર્ટ ભાગ લેશે.
જેમાં સેલ્ફ એસોસિયેટ, કેશિયર, પેકર, હાઉસ કીપિંગ, ફેસીલીટી સ્ટાફ તથા સિક્યુરિટી સ્ટાફ સહિતની જગ્યા માટે મોટા પ્રમાણમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જેમાં ગાંધીનગર જિલ્લાના ઉમેદવારો કે જેઓ ધો.8 પાસ, 10 પાસ કે 12 પાસ થયા હોય તેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા 18 થી 25 વર્ષની વય ધરાવતા અને હાઉસ કીપિંગ તથા સિક્યુરિટી માટે 18 થી 40 વર્ષની વય ધરાવતા તમામ ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉપરોક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર મિત્રોને જણાવવાનું કે ભરતી મેળાના સ્થળ પર પોતાની શૈક્ષણિક લાયકાત મુજબ ડોક્યુમેન્ટ અને બાયોડેટા સહિત ઉપસ્થિત રહેવાનું રહેશે.