Gandhinagar,EL News
ગાંધીનગર જીલ્લા રોજગાર કચેરી દ્વારા 30 મેના રોજ જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રોજગાર કચેરી દ્વારા યુવાનોને નોકરીની તકો મળી રહે માટે અવાર નવાર જોબ ફેર યોજાતા આવ્યા છે. રોજગાર મેળામાં ગાંધીનગર ખાતે ધોરણ-૧૦ અને ૧૨ પાસથી લઈને ગ્રેજ્યુએશન, ડિપ્લોમા વગેરે શિક્ષણ મેળવી ચૂકેલા યુવાનો માટે આ તક મળી રહેશે.
જીલ્લારોજગારવિનિમય કચેરી, મોડલ કેરિયર સેન્ટર ગાંધીનગર દ્વારા તા.૩૦ મે ૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે, બલરામ મંદિર પરિસર, ઉમિયા માતાજીના મંદિર પાસે,કલેકટર ઓફીસ સામે,સેક્ટર-૧૨ તા.જી.ગાંધીનગર ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વરોજગાર લક્ષી યોજનાઓની માહિતીનો લાભ લઇ શકશે.
રોજગાર ભરતીમેળામાં ગાંધીનગર જીલ્લાની પ્રતિષ્ઠિત કંપનીઓમાં ફાર્માસ્યુટિકલ,ઈલેક્ટ્રોનિક,મશીન ઓપરેટર,ડીપ્લોમાં,એન્જીનીયર,સુપરવાઈઝર,સિક્યુરીટી ગાર્ડ, ડ્રાઈવર, ઓફીસ આસિસ્ટન્ટ,હેલ્પરજેવી જગ્યાઓ માટે ધોરણ-૧૦ અને ૧૨ પાસ,ગ્રેજ્યુએટ,પોસ્ટ ગ્રેજ્યુએશન,આઈ.ટી.આઈ,ડીપ્લોમાં ઉમેદવારો ભાગ લઇ શકશે.આથી રોજગારવાન્છું યુવાનો વિવિધ રોજગારીની તકોથી વંચિત ન રહે તથા નોકરીદાતાઓને રોજગાર કચેરી દ્વારા સતત કુશળ માનવબળ પ્રાપ્ત થઇ શકે તે હેતુસર રોજગાર ભરતીમેળા અંગે જીલ્લા રોજગાર વિનિમય કચેરી,ગાંધીનગર દ્વારા આગામી સમયમાં આયોજન થનાર છે.
જેથી ભરતીમેળાનોલાભ લેવા જણાવવામાં આવે છે. ઉપરોક્ત યોજાનાર રોજગાર ભરતીમેળામાં જીલ્લાના તમામ રોજગારવાન્છું ઉમેદવારોને મોટી સંખ્યામાં ભાગ લેવા જણાવવામાં આવે છે.