19.5 C
Gujarat
December 22, 2024
EL News

Job: આકાશવાણી, અમદાવાદમાં ગુજરાતી ભાષા જાણતા સારા એન્કરની જરૂરીયાત.

Share
નોકરી:

આકાશવાણી રેડોયો સ્ટેશનમાં કામ કરવા માંગતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આકાશવાણી અમદાવાદમાં ગુજરાતી ભાષામાં સારી રીતે વાંચી શકે તેવા અને સારો અવાજ ધરાવતા ઉમેદવાર આકાશવાણી ગુજરાતી માટે અરજી કરી શકે છે.

અરજી કરવાની અંતિમ તારીખ 30 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. ઓફલાઇન અરજી 30 ઓગસ્ટ સુધી મળી રહે તેવી રીતે અરજી કરવાની રહેશે.

 

આકાશવાણી અમદાવાદમાં ગુજરાતી ભાષા માટે કેઝ્યુઅલ સમાચાર વાચક સહ અનુવાદક માટે ઓફલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. સમાચાર વાચક સહ અનુવાદક માટેની લાયકાત કોઇ પણ વિષય સાથે સ્નાતક તથા ગુજરાતી ભાષા લખવા-બોલવા અને વાંચવામાં પ્રભૂત્વ ધરાવનાર કોઇ પણ વ્યક્તિ અરજી કરી શકે છે.

 

આકાશવાણીમાં નોકરી માટેની વય મર્યાદા 21 વર્ષથી 50 વર્ષ સુધીની નક્કી કરવામાં આવી છે. આ જગ્યા માટેની પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કામાં રહેશે, જેમાં અરજદારોની 100 ગુણની લેખિત પરીક્ષા લેવામાં આવશે (અંગ્રેજી ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ, સાંપ્રત બાબતો, રેડિયો લક્ષી મુસદ્દા લેખન તથા સામાન્ય જ્ઞાનનો અભ્યાસક્રમ) અવાજ કસોડી (વોઇસ ટેસ્ટ (100 ગુણ) અને પછી ઇન્ટરવ્યૂ (100 ગુણ) 300 ગુણમાંથી અંતિમ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

 

ફીનું ધોરણ અનામત વર્ગના ઉમેદવારોએ અરજી પત્રકની સાથે રૂપિયા 354નો તથા અનામત વર્ગના ઉમેદવારોએ (આર્થિક રીતે નબળા વર્ગો, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને અનૂસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ)ના ઉમેદવારોએ રૂપિયા 267 રૂપિયા ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) PRASAR BHARTI, ALL INDIA RADIO, AHMEDABADના નામે આપવાનો રહેશે.

 

અરજી પત્રકની સાથે પ્રમાણપત્રોની સ્વપ્રમાણિક નકલો સાથેની અરજી કેન્દ્રાધ્યક્ષ, આકાશવાણી, નવરંગપુરા, અમદાવાદ-380009 ને 30 ઓગસ્ટ 2022 સુધી મળી રહે તે રીતે મોકલવાની રહેશે. આકાશવાણીમાં કામ કરવા ઇચ્છુક લોકોએ જલ્દી અરજી કરી લેવી જોઇએ.


Aakashwani, Casual Announcers recruitment

આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ માટે તથા સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News 👇

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

દરરોજ સરેરાશ 3,000 કર્મચારીઓની છટણી

elnews

પલ્સર વેચી ને લિધી હતી પહેલી ફ્રન્ટી અને ત્યારથી ગાડીઓ ની લે-વેચ નો વિશ્વાસ બન્યું A K Auto Consult.

elnews

વિશ્વના અમીર ઉદ્યોગપતિ અદાણીની સફળતાનો સિલસિલો ચાલુ.

elnews

Leave a Comment

error: Content is protected !!