પંચમહાલ,ગોધરા:
ઓ આર સી મધુબેન રાઠવા નાં જણાવ્યા અનુસાર તારીખ ૫/૧૦/૨૨ ના રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલકાનાં એક ગામ માંથી એક મહિલાનો કૉલ આવ્યો હતો. અને જણાવેલ કે મારા જેઠ મારકુટ કરી, અપ શબ્દો બોલે અને તમને પકડી ને તેના વાસ્ત્રો ફાડી આપ્યા છે અને હેન્ડ પંપ નું પાણી ભરવા દેતા નથી તેમ….
૧૮૧ અભયમ માં કૉલ આવતાની સાથે ૧૮૧ ટીમ ઘટના સ્થળે જવા નીકળી ગઈ હતી.
ત્યારબાદ ૧૮૧ અભયમના કાઉન્સેલર ટીમ સહિત ઘટના સ્થળ પર પહોંચી ટીમના કાઉન્સેલર મધુબેન રાઠવા અને પોલીસ કોન્સ્ટેબલ ડિમ્પલ બેન દ્વારા પીડિતા બહેન નું કાઉન્સિલ કર્યુ.
પીડિતા બહેન દ્વારા જાણવા મળ્યું કે તેમના જેઠ તેમને મારકુટ કરે,તેમની સાથે શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરી હતી.અને તેને બે દિવસ માં જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. સરકારી હેન્ડ પંપ નું પાણી ભરવા દેતા નથી તેમના પતિ બહાર ગામ રહે છે.અને પીડિતા બહેન તેના નાના બાળકો સાથે એકલા રહે છે તેથી અવર નવર હેરાન કરે છે.
પીડિતા બહેન ને તેના જેઠ તેના વસ્ત્રો ઉતારી મહિલા સામે ઓપન થયને આવી તેણે મહિલાને તેમના ઘરમાં ધસેડી લઈ ગયેલ . અને તેમાં મહિલાને નાકની સોનાની નથણી પણ ખોવાય ગયેલ.અને મહિલાને બ્લાઉઝ,અને ચણિયા જેવા વસ્ત્રો ફાડી આપેલ.
તેના જેઠ આમ નશામાં આવી રોજ હેરણન કરે છે.પીડિતાને નાના બાળકો પણ છે તે ડરી ગયેલ અને ખૂબ જ રડી રહ્યા હતા.
ત્યારબાદ તેમના જેઠ સાથે વાતચિત કરતા તે થોડા નશામાં છે તેમ જણાતું હતું અને તે GRD પોલીસ છું તેમ કહી ઘરમાં બધાને દબાણમાં રાખે છે.
મહિલા ના જેઠ સાથે વાતચિત કરતા તે મહિલાને હજી પણ પહેરેલા બધા વસ્ત્રો ઉતારી લઈશ તેવી ધમકી આપી ત્યાંથી ભાગી ગયેલ .
મહિલાને ધમકી આપી અપ શબ્દો બોલતા હતા. પછી મહિલાને કાયદાકિય જાણકારી આપી મહિલાના જેઠ રોજ ખુબજ ધમકી આપે અને આજે તેમને પંપે પાણી ભરવા આવેલ ત્યાંથી તેના ઘરમાં લય ગયેલ અને ખાટલામાં સુવડાવી તેના વસ્ત્રો ફાડી આપેલ શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરી હતી. તે દરમિયાન મહિલાએ બુમા બૂમ પાડતા આજુ બાજુના બહેનો બચાવ્યા હતા.
૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર મધુબેન રાઠવા દ્વારા ગભરાયેલ મહિલાને શાંત કર્યા પછી કાઉન્સિલલીંગ કરી મહિલાને આત્મ વિશ્વાસ આપેલ.
પીડિતા બહેન ને કાયદાકીય જાણકારી આપી પછી આગની પોલીસ કાર્યવાહિ માટે સલાહ માર્ગદર્શન આપેલ .
ત્યારબાદ તેમને આગળની પોલીસ કાર્યવાહી કરવામાં માટે ગોધરા તાલુકા પોલસ સ્ટેશન માં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર પછી મહિલાની આગળની જે તે કાર્યવાહિ પોલીસ સ્ટેશનમાં કરાશે.