Share Market :
શેર બજારમાં મોટા ભાગે મલ્ટીબેગર સ્ટોક્સની ચર્ચા થતી રહે છે. રોકાણકારો પણ મલ્ટીબેગર સ્ટોક્સને શોધતા હોય છે. તમામ નવા રોકાણકારણો આ સાવલ પુછતા હોય છે કે, જ્યારે આ શેર સો ગણા વધી ગયા છે, તો તેની વાત કરવાથી શું ફાયદો. જે નવા મલ્ટીબેગર બનાવનારા આવા કોઈ શેરની વાત કરો.
આ સવાર પર નિષ્ણાંતો જણાવે છે કે, પહેલા આપ મલ્ટીબેગર સ્ટોક્સ વિશે વાંચો અને જુઓ. જુઓ કે તેનાથી શું શિખી શકાય. જો આપ તેમાંથી કંઈ નહીં શિખો તો, હાથમાં આવેલા મલ્ટીબેગર પર ખોઈ બેસશો. જેવું દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાને સૌથી વધારે રિટ્રન આપનારા ટાઈટન હોય કે ઈંફોસિસ અથવા વિપ્રો. આવા તમામ મલ્ટીબેગર, પહેલી વાત એ શિખવે છે કે, સારા સ્ટોકમાં રોકાણ કરવા માટે ધૈર્ય રાખવું જોઈએ.
આ પણ વાંચો…આ કાળા ફળને 5 રીતે ખાઓ, બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહેશે.
વિપ્રો બોનસ શેર્સ
આ IT સ્ટોકે તેના રોકાણકારોને સો ગણું વળતર આપ્યું છે. ભારતીય IT અગ્રણી વિપ્રો એવી કંપનીઓમાંની એક છે જેણે બોનસ શેર ઇશ્યૂ કરીને તેના શેરધારકોને સતત લાંબા ગાળાના લાભો પહોંચાડ્યા છે. કંપનીએ 2004 થી પાંચ વખત બોનસની જાહેરાત કરી છે. તમે બોનસ શેરની શક્તિ અને કંપનીના વળતરનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે આ શેરે લગભગ 20 વર્ષમાં રૂ. 1 લાખથી લગભગ 2 કરોડની કમાણી કરી છે.
કેટલું બોનસ
છેલ્લા 20 વર્ષથી આ IT કંપનીએ રોકાણકારોને 5 વખત બોનસ શેર આપ્યા છે. વિપ્રોએ છેલ્લો બોનસ શેર ત્રણ વર્ષ પહેલા માર્ચ 2019માં 1:3ના રેશિયોમાં આપ્યો હતો. મતલબ કે જો તમારી પાસે 3 શેર હતા તો તમને વિપ્રોનો શેર બોનસ મળે છે. વિપ્રોએ જૂન 2004માં 2:1, ઓગસ્ટ 2005માં 1:1, જૂન 2010માં 2:3 અને જૂન 2017માં 1:1ના રેશિયોમાં બોનસ શેર ઓફર કર્યા હતા.
તમે કેટલા પૈસા કમાશો
વિપ્રોના શેરનું વળતર જોવા માટે, ચાલો તેના ભાવ ઇતિહાસ પર એક નજર કરીએ. આઈટી કંપની વિપ્રોના શેર 30 એપ્રિલ 2004ના રોજ રૂ. 57.92ના ભાવે હતા. ધારો કે જો તમે આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તમને 1726 શેર મળ્યા હોત. જો તમે આ કંપનીમાં રહ્યા હોત, તો 5 વખત બોનસ શેર મળ્યા પછી, હાલમાં, તેના કુલ 46026 શેર હોત.
2 સપ્ટેમ્બર 2022ના રોજ BSE પર વિપ્રોના શેર રૂ. 407.80 પર બંધ થયા હતા. આ શેરની કિંમત 1.87 કરોડ રૂપિયા હશે. હાલમાં વિપ્રોના શેરમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા આ શેર રૂ. 500થી ઉપર ટ્રેડ થઈ રહ્યા હતા. તે મુજબ, તમારું વળતર 2 કરોડથી વધુ હશે.
નિષ્ણાતો કહે છે કે સારી ગુણવત્તાનો સ્ટોક જાળવવો પડશે. જો કંપનીના વ્યવસાયમાં આત્મવિશ્વાસ હોય, તો ટૂંકા ગાળામાં ઉતાર-ચઢાવથી ડરવું જોઈએ નહીં. લાંબા સમય સુધી રોકાણમાં રહીને પણ ચક્રવૃદ્ધિનો લાભ મળે છે. તેની સાથે ડિવિડન્ડ, બોનસ અને અન્ય લાભ મળતા રહે છે.