Food recipes , EL News
ઉનાળામાં ત્વચાની સાર સંભાળ રાખવી ખૂબ જરૂરી છે ફક્ત ત્વચાને સૂર્યની તેજ ગરમીથી બચાવવાની સાથે સાથે કેટલાક ઘરેલુ નુસ્ખાઓ પણ તમને ખૂબ કામ લાગી શકે છે. જે માટે નારીયેળની મલાઈન ખૂબ ઉપયોગી ત્વચા માટે સાબિત થઈ શકે છે.
કોકોનટ મલાઈ જેટલી ખાવામાં સ્વાદીષ્ટ હોય છે અને તેના ગુણધર્મો ખાવાથી મળે છે તેવી જ રીતે તેના ત્વચા પર લગાવવાના પણ અનેક ફાયદાઓ છે માટે ત્વચાને નિખારવામાં ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન જેવા પોષક તત્વો હોય છે. તેનાથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
નારિયેળની મલાઈમાં ત્વચા જ્યારે વધુ ગરમીમે બળે છે ત્યારે આ તેની સામે બળતરાની સમસ્યામાં રાહત આપે છે. આ સિવાય તે ત્વચા પર જામેલા તેલ અને માટીને દૂર કરવામાં મદદ કરે છે, જેનાથી પિમ્પલ્સની સમસ્યાથી રાહત મળે છે.
ત્વચા પર નારીયેળની મલાઈ લગાવવાથી રેડિકલને દૂર કરે છે. ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી તમારી ત્વચા ચમકતી દેખાય છે. નારિયેળની મલાઈથી તમે સનબર્નની સમસ્યામાં પણ રાહત મેળવી શકો છો. સનબર્નને કારણે થતી બળતરા અને ફોલ્લીઓ પર કોકોનટની મલાઈ લગાવવાથી આરામ મળે છે.
સવારે વહેલા ઉઠીને કોકોનટ ક્રીમથી માલિશ કરવાથી અનેક ત્વચા સબંધી સમસ્યા દૂર થશે અને ચહેરો તાજગીભર્યો દેખાશે. આ માટે ક્રીમને પીસીને પછી ચહેરા પર મસાજ કરો. માલિશ કર્યા પછી, તેને 10 મિનિટ માટે આ રીતે રહેવા દો અને પછી તમારા ચહેરાને નવશેકા પાણીથી ધોઈ લો.
આ પ્રયોગ પણ કરી શકો છો
નારિયેળની મલાઈથી તમે ટેનિંગની સમસ્યાને પણ દૂર કરી શકો છો. આ માટે ક્રીમમાંથી બરફના ટુકડા તૈયાર કરો. આ માટે ક્રીમને સારી રીતે પીસીને તેમાં એસેન્શિયલ ઓઈલના બે ટીપા ઉમેરો. હવે આ આઈસ ક્યુબને ફ્રીઝ થવા માટે રાખો જ્યારે ક્યુબ બની જાય ત્યારે તેનાથી ચહેરા પર મસાજ કરો. ચહેરા પર ફેસ પેક તરીકે તેનો ઉપયોગ કરવાથી ત્વચા પરની કરચલીઓ અને ફાઈન લાઈન્સ ઓછી થાય છે. તે ત્વચાને કડક બનાવે છે, જેનાથી તમે યુવાન દેખાશો.