Vadodra, EL News
વડોદરામાં પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ અને ગોયલ ગ્રુપની કોર્પોરેટ ઓફિસ પર સર્ચ કરવામાં આવ્યું છે. ઓફિસમાંથી ઝડપાયેલ 35 કરોડની રોકડ અને જ્વેલરી સીઝ કરવામાં આવી છે. અન્ય વિવિધ સ્થળોએ પણ આઈટી દ્વારા કાર્યવાહી વડોદરામાં કરવામાં આવી હતી. આઈટી વિભાગે પ્રકાશ કેમિકલ અને ગોયલ જૂથની પાનોલી ઈન્ટરના 40 બેંક લોકર ખોલશે. વડોદરામાં પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ અને ગોયલ ગ્રુપની ઓફિસ પર આઈટીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સર્ચિંગ પૂર્ણ થવાના આરે છે ત્યારે આઈટી વિભાગે કરોડોની રોકડ રકમ, જ્વેલરી સીઝ કરી છે.
બેનામી સંપત્તિ મામલે રેડ કરી છે. ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી કરતા જ્વેલરી અને રોકડ રકમ સીઝ કરવામાં આવી છે. હજૂ વધુ જ્વેલરી અને રોકડ રકમ મળવાની સંભાવના છે. આઈટીના વડોદરામાં મોટી સંખ્યામાં અધિકારી સર્ચની કામગીરીમાં જોડાયા છે.
એક પછી એક કોર્પોરેટ ઓફિસ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. લગભગ કાર્યવાહી પૂર્ણતાના આરે છે. અત્યારે કોર્પોરેટર ઓફિસ પર કામગિરી ચાલી રહી છે. માલિકો છે તેમના નિવાસો અને ઓફિસ પરથી રોકડ અને જ્વેલરી સહીતની વસ્તુઓ કબ્જે કરવામાં આવી છે.
આ પણ વાંચો… રાજકોટમાં તસ્કરોની ભારે તરખાટ: કારખાનામાંથી લાખોની લૂંટ
જેનો સત્તાવાર આંકડો પછી સામે આવી શકે છે પરંતુ એક અંદાજ મુજબ 30થી 35 કરોડનો આંક હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હજૂ વધુ કાઉન્ટીંગ બાકી છે. રોકડ રકમ અને જ્વેલરીની વિગતો મળી છે આ સિવાય મિલકતોના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. તેના આધારે આગળની કાર્યવાહી કરોડોની કરચોરી મામલે બન્ને ગ્રુપ સામે કરવામાં આવી શકે છે. આઈટી દ્વારા સત્તાવાર આંકડો આવતીકાલે જાહેર કરાઈ શકે છે.